Charotar Sandesh
ઈન્ડિયા

ટેક્સ પેયર્સ માટે ગુડ ન્યૂઝ : આવકવેરા વિભાગ ITR માટે કપાયેલી લેટ પેમેન્ટ ફી પાછી આપશે

આવકવેરા વિભાગ

ન્યુ દિલ્હી : આવકવેરા વિભાગે આ મહિનાની શરૂઆતમાં આઈટીઆર ફાઈલ (ITR file) કરનારા લોકોની ભૂલમાં કપાયેલી લેટ ફીઝ પાછી આપવાનો નિર્ણય લીધો છે. આ એ તમામ ટેક્સપેયર્સ માટે રાહતના સમાચાર છે જેઓ લેટ પેમેન્ટની ફીઝ કપાવાથી પરેશાન હતા. આવકવેરા વિભાગના કહેવા પ્રમાણે ૩૦ જુલાઈ બાદ રિટર્ન દાખલ કરનારાઓની જે પણ લેટ પેમેન્ટ ફીઝ, વધારાનું વ્યાજ કપાયું છે તે પાછું આપી દેવામાં આવશે.

આવકવેરા વિભાગે જણાવ્યું કે, આઈટીઆર સોફ્ટવેર (ITR software) ની ભૂલના કારણે આ બન્યું હતું અને તેને ૧ ઓગષ્ટ સુધીમાં ઠીક કરી દેવામાં આવ્યું હતું. આ ભૂલના કારણે ૩૦ જુલાઈ બાદ આવકવેરો ભરનારાઓનું સેક્શન ૨૩૪છ અંતર્ગત વ્યાજ અને સેક્શન 234F અંતર્ગત લેટ પેમેન્ટની ખોટી ગણતરી થતી હતી અને લોકોના એકાઉન્ટમાંથી તે પૈસા કટ થઈ રહ્યા હતા.

ઈનકમ ટેક્સ વિભાગે જ્યારથી નવું પોર્ટલ લોન્ચ કર્યું છે ત્યારથી કોઈ ને કોઈ નવી સમસ્યા આવતી રહે છે.

આ મહિનાની શરૂઆતમાં એક નવી સમસ્યા આવી હતી કે ૩૧ જુલાઈ બાદ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓની લેટ પેમેન્ટ પેનલ્ટી કપાઈ, જ્યારે રિટર્નની લાસ્ટ ડેટ લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરી દેવામાં આવેલી છે.

સામાન્ય રીતે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની લાસ્ટ ડેટ ૩૧ જુલાઈ હોય છે પરંતુ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને વિભાગે આ વર્ષે રિટર્ન ફાઈલ કરવાની લાસ્ટ ડેટ લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરી દીધી છે.

Other News : મોદી સરકારે લોકશાહીની હત્યા કરી : રાહુલ ગાંધીના મોદી પર પ્રહાર

Related posts

ગેંગસ્ટર અતીકની હત્યા બાદ પ્રયાગરાજમાં કલમ ૧૪૪ લાગુ : પીએસી અને આરપીએફ ફોર્સ મોકલાઈ

Charotar Sandesh

વહુને સાસુ-સસરાના ઘરમાં રહેવાનો અધિકાર : સુપ્રિમનો મોટો ચુકાદો…

Charotar Sandesh

૨૦૩૦ સુધીમાં દેશના ૫૦ ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Charotar Sandesh