Charotar Sandesh
નવા બોલિવૂડ

ફિલ્મ KGF 2નું ટ્રેલર ૨૭ માર્ચે આવશે અને આ તારીખે ફિલ્મ થશે રિલીઝ, જુઓ

ફિલ્મ KGF 2

મુંબઈ : બ્લોકબ્લાસ્ટર ફિલ્મના પહેલા ભાગની જેમ યશ અને શ્રીનિધિ શેટ્ટી લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય રવિના ટંડન અને સંજય દત્ત પણ મહત્વના રોલમાં જોવા મળવાના છે. સંજય ફિલ્મમાં અધીરાની નેગેટિવ ભૂમિકા ભજવશે, તેનો ફર્સ્‌ટ લૂક પણ રિલીઝ થઈ ગયો છે. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી. કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ ધપાવવામાં આવી છે.

પ્રખ્યાત અભિનેતા યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘KGF ચેપ્ટર ૨’ ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે

વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ KGF Chapter 1ની સફળતા પછી દર્શકો તેના બીજા ભાગ એટલે કે KGF 2ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ઘણા પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે. હવે યશ અને સંજય દત્ત અભિનીત આ ફિલ્મ સાથે જોડાયેલી વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. કન્નડ ભાષામાં બનેલી આ ફિલ્મને હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. KGF 2 આ વર્ષે ૧૪મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ઝી તમિલ, ઝી તેલુગુ, ઝી કેરલમ અને ઝી કન્નડએ ફિલ્મના સેટેલાઈટ રાઈટ્‌સ ખરીદ્યા છે. રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘KGF ચેપ્ટર ૨’ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ મેકર્સે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે KGF ચેપ્ટર ૨નું ટ્રેલર ૨૭ માર્ચે સાંજે ૬.૪૦ વાગ્યે રિલીઝ થશે. આ જાહેરાત સાથે ફિલ્મનું એક નવું પોસ્ટર પણ શેયર કરવામાં આવ્યું છે, જેમાં યશનો લૂક એકદમ જોરદાર છે.

Other News : સોશિયલ મિડીયા પર ‘કાચા બદામ‘ ગીતના સિંગર ભુવનનો અકસ્માત થયો : હાલ હોસ્પિટલમાં

Related posts

ના હોય… શ્લોકા અંબાણી ૪.૫૦ લાખનું પાકિટ વાપરે છે..!!

Charotar Sandesh

એક્ટ્રેસ શામના કાસિમને ધમકી આપનાર અરોપીયોની પોલીસે કરી ધરપકડ…

Charotar Sandesh

લોકો મને પસંદ કરે તો હું ચોક્કસપણે રાજકારણમાં આવવાનું પસંદ કરીશ : કંગના

Charotar Sandesh