Charotar Sandesh
ગુજરાત

તલાટીની પરીક્ષા માટે હવે ગ્રેજ્યુએશન ફરજિયાત, અત્યાર સુધી પરીક્ષા ધોરણ ૧૨ પાસ પર લેવામાં આવતી હતી

તલાટીની પરીક્ષા

અમદાવાદ : તલાટીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેતા હવે તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી તલાટીની પરીક્ષા ધોરણ ૧૨ પાસ પર લેવામાં આવતી હતી.

તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ ૨૦૧૦માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી.

પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.

Other News : ઢોર નિયંત્રણ નીતિની આડમાં પશુઓના મોત થતા હશે તો ચલાવી લેવાશે નહીં : હાઇકોર્ટ

Related posts

જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ આવનારના ઘરમાં કોચિંગ ક્લાસિસ ચાલતા હતા : તંત્રની ઉંઘ ઉડી

Charotar Sandesh

ભાજપા મંત્રીએ બીભત્સ માંગણી કરી હોવાની યુવતીની ફરિયાદથી હાહાકાર

Charotar Sandesh

૨૦૨૨ની ચૂંટણી મુખ્યમંત્રી રુપાણીના નેતૃત્વમાં જ લડવામાં આવશે : પ્રદેશ કારોબારીની બેઠક મળી…

Charotar Sandesh