Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી : આણંદ જિલ્લામાં લાયસન્સવાળા શસ્ત્રોની હેરાફેરી ઉપર પ્રતિબંધ

ગ્રામ પંચાયતો

આણંદ : જિલ્લામાં કુલ – ૨૧૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૨૧નું મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ યોજાનાર છે. જે અન્વયે રાજ્ય ચૂંટણી પંચ, ગાંધીનગરની ચૂંટણી જાહેર થાય કે તરત જ લાયસન્‍સવાળા શસ્ત્રોની હેરાફેરીની મનાઇ ફરમાવતા પ્રતિબંધાત્‍મક હુકમો બહાર પાડવાની સુચનાને ધ્‍યાને લઈ આણંદ જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તથા કોઇ અનિચ્‍છનિય બનાવ ન બને  અને તેના કોઇ પ્રત્‍યાઘાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પૂર્ણ થાય તે માટે આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી કે. વી. વ્‍યાસએ આગામી તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી સમગ્ર આણંદ જિલ્લામાં લાયન્સસવાળા શસ્ત્રોની હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તથા કોઇ અનિચ્‍છનિય બનાવ ન બને તે માટે જિલ્લામાં લાયન્સસવાળા શસ્ત્રોની હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો

આ હુકમ ચૂંટણી ફરજ ઉપર હોય અને ફરજના ભાગરૂપે હથિયાર સાથે રાખવાનું જરૂરી હોય તેમજ બેન્‍ક/જાહેર સંસ્‍થા/ખાનગી સિક્‍યુરિટીના વોચમેનો કે જેઓને નાણાંકીય હેરફેર અને સુરક્ષા માટે હથિયારની જરૂરિયાત રહેતી હોય તેવી વ્‍યક્‍તિને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ના ૪૫ માં) ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

Other News : ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીલક્ષી પોસ્‍ટરો, સુત્રો, બેનર્સ, પડદા, કટ આઉટ મૂકવા અંગેની માર્ગદર્શિકા

Related posts

આણંદ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા…

Charotar Sandesh

વાસદ-તારાપુર ૪૮ કિ.મીના હાઈવેને આગામી એક માસમાં લોકાર્પિત કરાશે : નીતિન પટેલ

Charotar Sandesh

ગુજરાતમાં કોરોના અનસ્ટોપેબલ : આજે નવા ૧૬૪૦ કેસો : આણંદ જિલ્લામાં ૯ કેસો…

Charotar Sandesh