Charotar Sandesh
ગુજરાત

ગુજરાત વિધાનસભા ચુંટણી : EVM સાથે મતદાન કરતા સમયનો ફોટો વાયરલ કરશો તો ગુનો દાખલ થશે

ફોટો વાયરલ

આણંદ : રાજ્યની બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે આજે મતદાન થયું છે, ત્યારે ત્યારે ચુંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે અને સવારે ૮ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી મતદાન યોજાશે અને બુથ ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

આ સાથે મુખ્ય ચુંટણી અધિકારીએ અપીલ કરી છે કે, કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં

આણંદ સહિત સાત વિધાનસભાની ચૂંટીને આજે સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થયું છે, ત્યારે મતદાન કરતા સમયનો ફોટો વાયરલ કરનારા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે.

નોંધનીય છે કે, પ્રથમ તબક્કામાં યોજાયેલ ચુંટણી દરમ્યાન ઘણી જગ્યાએથી ઈવીએમ સાથે મતદાન કરતા હોવાનો વિડીયો વાયરલ થયા હતા, જેમાં ઘણી જગ્યાએ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

Other News : આણંદ જિલ્લાની ૭ બેઠકો અને ખેડા જિલ્લાની ૬ સહિત રાજ્યમાં ૯૩ બેઠક માટે મતદાન શરૂ

Related posts

રાજ્યમાં ૮.૮ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ : ૨૫ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે…

Charotar Sandesh

ચૂંટણીના પગલે ત્રણેય પક્ષના આ દિગ્ગજાે ગુજરાત આવશે : આગામી ચૂંટણી માટે જાહેર સભાઓ ગજવશે

Charotar Sandesh

ગુજરાતમાં આંદોલન ઉગ્ર બનતાં રાજ્ય સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દે જલ્દી નિર્ણય લઈ શકે

Charotar Sandesh