ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં સામાન્ય લક્ષણો જણાતાં હોઈ તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે, આગામી ગણતરીના દિવસે યોજાનાર રથયાત્રા અગાઉ જ સીએમ કોરોના સંક્રમિત થતાં હવે તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે તેમ ટીવી ચેનલોએ પ્રસારિત કર્યું છે.
સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા સલાહ આપવામાં આવેલ
પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને તાવ આવતાં તેઓએ બ્લડ ટેસ્ટ કરાયો હતો, જે બાદ કોરોનાના હળવા લક્ષણો જોવા મળતાં તેઓને હોમ આઈસોલેટ કરાયા છે. આ સાથે તેમની સાથે સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા સલાહ આપવામાં આવેલ છે.
Other News : વડાપ્રધાન મોદીએ G7ના તમામ દેશોના નેતાઓને ભારત તરફથી અનોખી ભેટ આપી, જુઓ વિગત