અમદાવાદ : આગામી વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસનું ટિ્વટર એકાઉન્ટ (congress tweeter account) હેક થયું છે, છેલ્લા ર૪ કલાકથી આ એકાઉન્ટ હેક થયું છે જે પાછળ કોઈ ટેક્નીકલ ખામી કે પછી કોઈ ષડયંત્ર ? જે અંગે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. આ બાબતે કોંગ્રેસે ટિ્વટર ને ફરિયાદ કરી હોવાનું જાણવા મળેલ છે. પરંતુ હજુ સુધી સાયબર સેલમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી તેમ છે.
જો રાજકીય કારણોથી આ એકાઉન્ટ હેક થયું હશે તો અમે ફરિયાદ કરીશું : કોંગ્રેસના સોશિયલ મીડીયા ચેરમેન
આ બાબતે કોંગ્રેસના સોશિયલ મીડીયા ચેરમેને જણાવેલ કે, ૨૪ કલાકથી આ એકાઉન્ડ (congress tweeter account) હેક થયું છે, જેની જાણ ટ્વીટર કરાઈ છે, તેમના દ્વારા આ એકાઉન્ટ ફરી કાર્યરત કરવા પ્રયાસો ચાલુ છે તેમ જણાવવામાં આવેલ છે. પરંતુ તપાસ કરી રહ્યા છીએ અને જો રાજકીય કારણોથી આ એકાઉન્ટ હેક થયું હશે તો અમે ફરિયાદ કરીશું.
Other News : બ્રેકિંગ : રાજ્યના રસ્તાઓના રિસરફેસીંગ માટે રૂ. ૫૦૮.૬૪ કરોડની ફાળવણી કરાઈ