Charotar Sandesh
ગુજરાત

ગુજરાત સરકાર વર્ગ ૪નાં કર્મચારીઓને બોનસ આપશે

ગુજરાત સરકાર વર્ગ ૪

ગાંધીનગર : આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ -૪ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર વર્ગ ૪ના કર્મચારીઓને ૩૫૦૦ રૂપિયા બોનસ ચૂકવાશે. નાણાં વિભાગે બોનસ માટે ઠરાવ બહાર પાડ્યો છે.

ઠરાવ પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-૪ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને ૨૦૨૦-૨૧ના હિસાબી વર્ષ માટે ૩૦ દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કર્યો છે.

એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા ૩૫૦૦ રૂપિયાની રહેશે. એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ -૪ના કર્મચારીઓને મળવાપાત્ર થશે.

તા . ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ નોકરીમાં ચાલુ હોય અને ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી ૬ મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે.

પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે

એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા ૩૫૦૦ રૂપિયાની રહેશે. એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ -૪ ના કર્મચારીઓને મળવાપાત્ર થશે. તા . ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ નોકરીમાં ચાલુ હોય અને ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી ૬ મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે.

Other News : ૨૦૨૨ના માર્ચ મહિના સુધી મોદી સરકાર દેશના અન્ય ૧૩ એરપોર્ટનું ખાનગીકરણ કરશે

Related posts

કોરોના કાળ વચ્ચે ૨૧ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ…

Charotar Sandesh

પેટલાદમાં ૯૭ થર્ડ જેન્ડર મતદારોનું મતદાન

Charotar Sandesh

આજે ખેડા નજીક મહિસાગરમાં ચાર યુવકો ડૂબી જતાં એકનું મોત, ત્રણ લાપતા, રાજ્યમાં કુલ ૧૧ના મોત

Charotar Sandesh