Charotar Sandesh
ગુજરાત

ગુજરાત રાજ્યપાલે રૂપાણી સહિત આખા મંત્રીમંડળના રાજીનામા સ્વીકાર્યા : નવી સરકાર બનશે, આજે નિર્ણય

રાજ્યના નવા મુખ્યમંત્રી

રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે, આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે

બે નાયબ મુખ્યમંત્રી બનાવામાં આવે તેવી શક્યતા

ભાજપ કાર્યલય કમલમ્‌ ખાતે બેઠકોનો દોર જારી, આજે ધારાસભ્યની બેઠકમાં નવા મુખ્યમંત્રીનું નામ સત્તાવાર નક્કી થશે

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી સહિત તેમના મંત્રીમંડળના પ્રધાનોએ આપેલા રાજીનામા સ્વીકારી લીધા છે. અગાઉ ફક્ત મુખ્યમંત્રી બદલાય અને આ પદ માટે નવા ચહેરાની ચર્ચાએ જોર પડક્યું હતું, પણ હવે સરકારના તમામ નેતાઓએ રાજીનામુ આપી દેતા હવે ગુજરાતની આખી સરકાર જ નવી બનશે અને નવા પ્રધાનોની નિમણૂંક થશે. આ માટે ગુજરાતથી લઈને દિલ્હી સુધી હાઈકમાન્ડમાં શ્રેણીબદ્ધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોઇ પણ અણસાર વગર અચાનક જ રાજીનામું ધરી દેતાં ગુજરાતનાં ઠંડા વરસાદી માહોલમાં ગરમી પ્રસરી ગઇ હતી. લોકોએ પણ અચાનક બનેલી ઘટનાની મજા લેતાં વિવિધ મેસેજ ફરતાં કરીને સોશિયલ મીડિયા માથે લીધું હતું. વિજય રૂપાણી, નીતિન પટેલ, પાટીદાર, ગાંધીનગર જેવા હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ્‌ ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. રાજ્યપાલે રાજીનામું સ્વીકારી લીધું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ૨૪ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે. રવિવારે રાજ્યના નવા મુખ્યમંત્રી મળી શકે છે. રવિવારે ધારાસભ્યની બેઠક બાદ નવા મુખ્યમંત્રીની સત્તાવાર જાહેરાત થશે.

Other News : ગુજરાત મુખ્યમંત્રી પદની રેસમાં પુરુષોત્તમ રૂપાલા પણ

Related posts

સુરતમાં આમ આદમી પાર્ટીએ ચા વાળાને ચૂંટણી લડવાની તક આપી…

Charotar Sandesh

કોરોનાની માહિતી સીમિત, માસ્ક વગરના લોકો પાસેથી વસુલાયો ૧૧૬ કરોડ દંડ…

Charotar Sandesh

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વધુ એક નિર્ણય : ધોરણ ૬થી ૧૨માં શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા ભણાવાશે

Charotar Sandesh