Charotar Sandesh
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટે ૨ વર્ષમાં પાસાના ૩,૪૪૭ હુકમ રદ કરી દીધા

ગુજરાત હાઈકોર્ટે

અમદાવાદ : ગુજરાતમાં ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ ગૌવંશની કતલ અને હેરાફેરી કરતાં ૪૨ આરોપીને તડીપાર કરવામાં આવ્યા હતા, ત્રણ વર્ષનો તડીપારનો સમય ગાળો પૂરો કરી ૨૫ આરોપી મૂળ જિલ્લામાં પરત ફર્યા છે, ૧૫ આરોપી એવા છે જે હુકમનો ભંગ કરી જિલ્લામાં પરત આવ્યા હતાગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં ૧,૬૨૦ તડીપાર અને ૫,૪૦૨ પાસાના હુકમો કરવામાં આવ્યા છે, જે પૈકી અમદાવાદ શહેરમાં પાસાના અડધો અડધ જેટલા એટલે કે ૨,૪૭૭ જ્યારે અમદાવાદ જિલ્લામાં ૬૭ હુકમ કરવામાં આવ્યા છે, એ જ રીતે અમદાવાદ શહેર-જિલ્લામાં તડીપારના ૩૫૫ હુકમ કરવામાં આવ્યા છે.

જોકે સરકાર કે રાજ્યના ગૃહ વિભાગ માટે શરમજનક બાબત એ છે કે, ૫૪૦૨ પાસાના હુકમમાંથી ૩૪૪૭ પાસાના હુકમો હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે, એ જ રીતે તડીપારના ૩૭ હુકમ રદ્‌ કરાયા છે. મોટી સંખ્યામાં પાસાના રદ્‌ થતાં હુકમ એવા નિર્દેશ આપે છે કે, જે તે વ્યક્તિ સામે ખોટી રીતે હુકમ કરાયો હતો. ૩૧મી ઓગસ્ટ ૨૦૨૧ સુધીના આ આંકડા રાજ્યના ગૃહ વિભાગે સોમવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં જાહેર કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જ પાસાના દૂરુપયોગ બદલ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી

વિપક્ષ દ્વારા એવા આક્ષેપ કરાય છે કે, રાજકીય દ્વેષભાવ-બદલાની ભાવનાથી લોકોને હેરાન પરેશાન કરવા માટે પાસાનો ઉપયોગ કરવામાં આવે છે, બીજી તરફ સરકાર એવો બચાવ કરે છે કે, ગુનાઈત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પાસા અને તડીપારના હુકમ કરવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૧ ભૂમાફિયા સામે પાસાના કેસ કરવામાં આવ્યા હતા, જોકે આ તમામ કિસ્સામાં સરકારને લપડાકનો સામનો કરવો પડયો છે, તમામ ૧૧ કિસ્સામાં ભૂમાફિયાના છોડી મૂકવાના આદેશ થયા છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ છોડી મૂકવા હુકમ કરાયા હતા. આમાં વડોદરા શહેર જિલ્લા, સાબરકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરના જ કિસ્સા છે, એ સિવાય બાકી શહેરી વિસ્તારોની માહિતી શૂન્ય હોવાનો સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો છે.

Other News : ગુજરાતમાં ખનિજ ચોરીનો ભાંડો ફૂટતા દિલ્હીથી તપાસના આદેશ

Related posts

આગામી મકરસક્રાંતિ પર્વને લઈ તંત્રએ કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા

Charotar Sandesh

હજીરા ખાતે K-૯ વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ આપી મુખ્યમંત્રીએ સવારી કરી…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું

Charotar Sandesh