Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના પ્રયત્નમાં ગુજરાતી યુવકનું મોત, પત્ની અને પુત્ર ઇજાગ્રસ્ત

અમેરિકામાં ગેરકાયદે

કલોલ : ફરીથી એકવાર અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ગુજરાતના કલોલના આધેડનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે એવી ઘટના સામે આવી છે જેમાં USAમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા યુવકનું દીવાલ કૂદતા મોત થયું હતું. આ આધેડનું નામ બ્રિજ કુમાર યાદવ તરીકે થઈ છે આઆધેડની પત્ની અમેરિકાની હદમાં પટકાતા હાથમાં ફ્રેકચર થયું હતું. કલોલના ૪૦ લોકો USAમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા તે સમયે આ ઘટના બની હતી.

આ લોકો કેતુલ નામના એજન્ટ સાથે ડીલ કરી ગેરકાયદે US જવાનો પ્રયાસ કરતા હતા અને કેતુલ તથા અન્ય ૨ શખ્સો વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતા હતા

નોંધનીય છે કે અગાઉ મહેસાણાના યુવકનું તથા તેના પરિવારનું મોત થયું હતું. US Border પર – ૩૫ ડિગ્રી તાપમાનમાં ઠંડીથી મહેસાણાના પરિવારનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી હતી. આ મૃતકો મૂળ મહેસાણાના ડિંગુચાના હોવાનું સામે આવ્યું હતું અને મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા.જેમાં પતિ ઓળખ તેજસ પટેલ અને પત્નીની ઓળખ અલ્કા પટેલ તરીકે કરાઈ હતી તેમજ ૧૨ વર્ષની દીકરી અને એક ૩ વર્ષનો દીકરો હતો.

આ પ્રકારની ઘટના વારંવાર સામે આવતી હોવા છતાં લોકો ગેરકાયદે વિદેશમાં ઘૂસવાનો પ્રયત્ન કરીને દુર્ઘટનાનો ભોગ બને છે.

(પ્રતિકાત્મક તસ્વીર)

Other News : ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૬૩ નવા કેસ, ૨નાં મોત થયા, જુઓ વિગત

Related posts

પુલવામા નહીં, UNએ આ કારણોસર મસૂદ અઝહરને જાહેર કર્યો ગ્લોબલ આતંકી

Charotar Sandesh

અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડેનના ઘર ઉપરથી અજાણ્યું વિમાન પસાર થતાં તેઓને સલામત સ્થળે ખસેડાયા

Charotar Sandesh

અમેરિકામાં અભ્યાસ કરતાં ભારતીય યુવક સ્વીજલ પટેલનું માર્ગ અકસ્માતમાં મોત…

Charotar Sandesh