Charotar Sandesh
ગુજરાત

હાર્દિક પટેલને દિલ્હીનું તેડુ આવતા તે દિલ્હી પહોંચ્યો : કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સાથે મુલાકાત કરી

દિલ્હી ખાતે હાર્દિક પટેલ (Hardik Patel)

દિલ્હી ખાતે હાર્દિક પટેલ (Hardik Patel) અને કે.સી.વેણુગોપાલ સાથે મુલાકાત કરી

ન્યુદિલ્હી : ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં હવે વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી મજબૂત સાબિત થતાં કોંગ્રેસે નારાજ નેતાઓને મનાવવા દિલ્હી બોલાવી બેઠકો શરૂ કરી છે.

હવે આગામી સમયમાં હાર્દિક પટેલની જવાબદારી નક્કી કરાશે

ત્યારે હવે હાલમાં પાટીદાર આંદોલન કરનાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દિલ્હી ખાતે હાઈકમાન્ડની મુલાકાતે છે. પત્રકાર પરિષદમાં આપેલા નિવેદન બાદ દિલ્હીનું હાર્દિકને તેડુ આવ્યું. હવે દિલ્હી ખાતે હાર્દિક કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણુગોપાલ નાઓને મળ્યા હતા, જયાં તેમણે પોતાની નારાજગીની વાત રજૂ કરેલ, હાર્દિક પટેલે (Hardik Patel) ફરિયાદ કરેલ કે, ગુજરાત કોંગ્રેસ પાર્ટીમાં પોતાની અવગણના થયેલ છે, તો બીજી તરફ મહાસચિવ કે સી વેણુગોપાલે હાર્દિકને ઠપકો આપ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, કોંગ્રેસ પક્ષને કઈ નુકશાન થાય તેવા નિવેદનો જાહેરમાં ન કરવા જણાવાયું હતું, ગત રવિવારે હાર્દિક પટેલે (Hardik Patel) પ્રમુખ અને પ્રભારી સામે પણ ફરિયાદ કરેલ, હાર્દિક પટેલની ફરિયાદ અંગે હાઈ કમાંડ રઘુ શર્મા પાસે રિપોર્ટ માંગવામાં આવશે, હવે આગામી સમયમાં હાર્દિક પટેલની જવાબદારી નક્કી કરાશે.

ત્યારે હવે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આગામી સમયમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં એન્ટ્રી કરે તેવી સંભાવના જણાઈ રહી છે. આગામી ચુંટણીમાં સૌરાષ્ટ્રમાં લેઉવા કડવા પાટીદાર સમીકરણ મહત્વપૂર્ણ બની શકે તેમ છે, જેને લઈ રાજકારણમાં ગરમાવો પ્રવર્ત્યો છે.

અગાઉ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે (Hardik Patel) પોતાની પાર્ટી અંગે નારાજગી બતાવી છે, અને આક્ષેપ કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં અને મને ખુબ હેરાન કરવામાં આવે છે. તો શું હવે હાર્દિક કોંગ્રેસ પાર્ટીને છોડશે ? તેવા સવાલો જનતામાં ઉદ્‌ભવી રહ્યા છે.

Other News : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

Related posts

છ પેટાચૂંટણી પર મતદાન પૂર્ણ : સૌથી વધુ થરાદમાં તો સૌથી ઓછુ અમરાઇવાડીમાં…

Charotar Sandesh

બ્રેકિંગ : રાજ્યમાંં ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર : ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે : ૨૧મીએ મતગણતરી

Charotar Sandesh

રર ગામ ચરોતર લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીનું અભિયાન સફળ : ૧૫૦૦ યુવકોનું વ્યસન છુટ્યું

Charotar Sandesh