Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વરસાદના કારણે બોરસદ તાલુકાના આ ગામોને ભારે અસર : NDRFની એક ટુકડી તૈનાત : પ્રશાસન એક્શનમાં

બોરસદ તાલુકાના ગામો

જિલ્લા પ્રસાશન દ્વારા બોરસદ શહેર સહિત ભારે વરસાદથી પ્રભાવિત ગામડાઓમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી : એન.ડી.આર.એફ.ની એક ટુકડી તૈનાત

ભારે વરસાદના કારણે બોરસદ તાલુકાના ચુવા, કસારી, ખાનપુર, વહેરા,ભાદરણીયા, ડભાસી, સિસવા,ભાદરણ અને બોરસદ શહેરના લોકોને અસર

આણંદ : જિલ્લાના બોરસદમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ ખાબકતા બોરસદ શહેર સહિત તાલુકાના ગામડાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બોરસદ શહેર સહિત ભારે વરસાદથી પ્રભાવિત ગામડાઓમાં જિલ્લા પ્રસાશન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી  પરિસ્થિતિ ઉપર સતત નિગરાની રાખવા સાથે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

બોરસદ શહેર સહિત અસરગ્રસ્ત ગામોમાં બચાવ રાહત કામગીરી માટે NDRFની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે

જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ જણાવ્યું કે, ભારે વરસાદના કારણે નાશ પામેલ કાચા, પાકા ઝૂંપડા, મકાનોને થયેલ નુકશાન, ખેડૂતોને થયેલ પાક નુકશાન અંગે સર્વે હાથ ધરી અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય ઝડપભેર મળે તે દિશામાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે.

ભારે વરસાદને કારણે એક માનવ મૃત્યુ નોંધાયું : ૯૪ પશુઓના મોત : એક મૃતદેહની શોધખોળ ચાલુ છે

તેમણે આશ્રય સ્થાનોમાં આશ્રય લેતા લોકોને આરોગ્ય સુવિધા સહિત તેમને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તેની ઉચિત કાળજી લેવા તાલુકા તંત્ર વાહકોને જરૂરી સૂચનાઓ આપી છે.

Other News : CM ભૂપેન્દ્ર પટેલે બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી

Related posts

આણંદ : નાગરિક્તા સંશોધન કાયદાના સમર્થનમાં ૫૫૧ ફુટ લાંબી ત્રિરંગાયાત્રા યોજાઈ…

Charotar Sandesh

લારી પથારાવાળા હટાવ મામલે વિવાદ વકર્યો : ગેરકાયદે બાધકામ પર જેસીબી ફેરવાશે ? : ચર્ચા

Charotar Sandesh

વડોદ-અડાસ રોડની નહેર ઉપર બનાવેલ પુલનું કાર્ય અધુરું મુકાતાં વાહનચાલકો હેરાન…

Charotar Sandesh