Charotar Sandesh
ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાત ફરતે બે સિસ્ટમથી ભારે વરસાદની આગાહી : આ ભાગોમાં હજુય પડી શકે છે ધોધમાર વરસાદ, જુઓ વિગત

પવન સાથે વરસાદ

ચરોતર સહિત રાજ્યના અનેક ભાગોમાં વહેલી સવારે પવન સાથે વરસાદની શરૂઆત

રાજ્યમાં દરિયા કિનારાના વિસ્તારમાં વાવાઝોડું તા. ૮ થી ૧૦ જૂન વચ્ચે ત્રાટકવાની વકી વર્તાઈ છે, ત્યારે દરિયાઈ પવનો ફુંકાતા શહેરમાં પારો એક જ દિવસમાં ૪.૪ ડિગ્રી તૂટ્યો છે, જો કે આગામી ૪૮ કલાકમાં આ સિસ્ટમ કેટલી મજબૂત કે નબળી છે અને કંઈ દિશામાં આગળ વધશે તે અંગે સ્પષ્ટતા થઈ શકશે.

રાજ્યના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ૨૪ કલાકમાં વરસી શકે છે ભારે પવન સાથે ધોમધાર વરસાદ, જેમાં દરિયાકિનારે માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ કરાયા છે. કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ૪૦ કિમીની ઝડપે પવન ફુંકાઈ વરસાદ પડશે તેવી આગાહી પાંચ દિવસ સુધી કરાઈ છે.

ચરોતર સહિત રાજ્યભરમાં અનેક ભાગોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેને લઈ મુખ્ય માર્ગોમાં વૃક્ષો ધરાશાયી થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

Other News : ચરોતર સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા : ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી, જુઓ

Related posts

પેટા ચુંટણી : કૉંગ્રેસપક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ૩૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર…

Charotar Sandesh

કોરોના કાળમાં રાજ્યમાં ૧૭,૦૦૦ કરોડના લોકાર્પણ-ખાતમૂર્હતના કામો થયા : મુખ્યમંત્રી

Charotar Sandesh

સ્ટેટ મોનિટરિંગ સેલના SP નિર્લિપ્ત રાય એક્શનમાં : સટ્ટો-દારૂ-જુગારની માહિતી આપવા નંબર જાહેર કર્યો

Charotar Sandesh