આણંદ-નડિયાદમાં વહેલી સવારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં નગરજનોને બફારાથી રાહત મળી, ઠંડક પ્રસરી
આણંદ : ચરોતર સહિત રાજ્યભરમાં અનેક ભાગોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેને લઈ મુખ્ય માર્ગોમાં વૃક્ષો ધરાશાયી થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

આ સાથે સવારથી કરમસદ, વિદ્યાનગર, નડીયાદ, આણંદમાં અનેક જગ્યાએ ઝાડો પડવાના ખુબ બનાવો સામે આવ્યા છે, જેને લઈ ઘણા રસ્તાઓ બ્લોક થતાં બહારગામ જતા મુસાફરોને તકલીફ પડી રહી છે.
વધુમાં, રાજ્યમાં દરિયા કિનારાના વિસ્તારમાં વાવાઝોડું તા. ૮ થી ૧૦ જૂન વચ્ચે ત્રાટકવાની વકી વર્તાઈ છે, ત્યારે દરિયાઈ પવનો ફુંકાતા શહેરમાં પારો એક જ દિવસમાં ૪.૪ ડિગ્રી તૂટ્યો છે, જો કે આગામી ૪૮ કલાકમાં આ સિસ્ટમ કેટલી મજબૂત કે નબળી છે અને કંઈ દિશામાં આગળ વધશે તે અંગે સ્પષ્ટતા થઈ શકશે.
Other News : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કુલ ઉમરેઠનું ધોરણ ૧૦ બોર્ડના તેજસ્વી તારલાઓનું રીઝલ્ટ