Charotar Sandesh
વર્લ્ડ

બ્રિટનમાં હાઈએલર્ટ : ઓમિક્રોન વેરિયન્ટને લઈને પબ્લિક ટ્રાંસપોર્ટમાં માસ્ક વગર પ્રવેશ પર પ્રતિબંધ

ઓમિક્રોન વેરિયન્ટ

બ્રિટન : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોના ના નવા વેરીયંટ ને લઈને ચેતવણી આપી છે, બ્રિટનમાં બે લોકોના સેમ્પલમાં કોરોનાના દક્ષિણ આફ્રિકી વેરિયન્ટ ઓમિક્રોન મળી આવતા ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

કોરોનાના વધતા મામલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ફરી પ્રતિબંધો લાગુ કરી દીધા છે

શનિવારે જોનસને કહ્યું ‘સરકાર ફેસ માસ્ક પહેરવાના નિયમને ફરી કડક અમલવારી કરાવવા જઈ રહી છે. હવે લોકોને પબ્લિક ટ્રાંસપોર્ટ અને દુકાનોમાં ફરી માસ્ક પહેરવા પડશે.’ જયારે WHO ના અગ્રણી વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને કોવિડ-૧૯ના નવા વેરિયન્ટને લઈને કહ્યું છે કે ભારતમાં કોરોનાના યોગ્ય વ્હવહારને સમજવા માટે આ એક વેક અપ કોલ હોઈ શકે છે.

એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વામીનાથને દરેક શક્ય સાવધાની રાખવા અને માસ્ક પહેરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બીજી તરફ બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના બે કેસો નોંધાતા વડાપ્રધાન બોરિસ જોનસને માસ્ક અને આઈસોલેશન પર પરત ફરવા આદેશ કર્યો છે. આ અંતર્ગત દુકાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવાનું ફરીથી ફરજિયાત કરવામાં આવશે. આ સિવાય સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિએ ૧૦ દિવસ સુધી સેલ્ફ-આઈસોલેટ રહેવું પડશે. જોનસને દેશમાં બહારથી આવતા લોકોને કોવિડ સાથે જોડાયેલા એન્ટ્રી નિયમને પણ કડક બનાવવાની જાહેરાત કરી છે. હવે વિદેશથી UK આવતા દરેક યાત્રિકોના RT-PCR ટેસ્ટ કરાવવામાં આવશે. આ ટેસ્ટ તેઓએ દેશમાં એન્ટ્રીના બીજો દિવસ પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પણ કાળે કરાવવો પડશે. આવા યાત્રિકોનો રિપોર્ટ જ્યાં સુધી નેગેટિવ ના આવે ત્યાં સુધી તેઓએ કોરોન્ટાઈન રહેવું પડશે.

જોનસને વધુમાં કહ્યું કે UK પહોંચેલા જે પોઝિટિવ વ્યક્તિમાં ઓમિક્રોનના સંદિગ્ધ લક્ષણો જોવા મળશે તેમના સંપર્કમાં આવતા તમામ લોકોને ૧૦ દિવસ માટે કોરોન્ટાઈન રહેવું પડશે. નવા વેરિયન્ટને રોકવા માટે અમે કડક પગલાં ઉઠાવવા જઈ રહ્યાં છીએ. દેશમાં કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ લગાડવા માટેનો કાર્યક્રમમાં પણ ઝડપ લાવવામાં આવી છે.

Other News : ઓમિક્રોનને લઈને મોદી સરકાર એક્શનમાં, ૧૨ દેશોથી ભારત આવનાર લોકો માટે ટેસ્ટિંગ ફરજીયાત

Related posts

કોરોનાની બીજી લહેર : બ્રિટનમાં ફરી એક મહિનાનું લોકડાઉન…

Charotar Sandesh

વિદ્યાર્થીઓ માટે લંડન વિશ્વનું સર્વશ્રેષ્ઠ શહેર : ટોપ-૫૦માં ભારતનું એક પણ શહેર નહીં…

Charotar Sandesh

ટેસ્લા કંપનીના એલોન મસ્ક ટ્‌વીટરના માલિક બન્યા : જુઓ કેટલામાં ખરીદી કંપની

Charotar Sandesh