Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર ચરોતરમાં આસ્થા સાથે હોળી દહન પર્વની ઉજવણી કરવામાં આવી

હોલિકા દહન

આણંદ : દેશભરમાં આજે હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે સાત વાગ્યાના સમય પછી આણંદ-નડીયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહનની વિધિ કરવામાં આવી હોવાની સાથે-સાથે સોસાયટીઓમાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લાના ગામતળમાં અંદાજે ૧૩૫૦થી વધુ જગ્યાઓએ હોળી પૂજનનો કાર્યક્રમ યોજાયો છે. આ વચ્ચે અમુક જગ્યાએ ઈકોફ્રેન્ડલી હોળી પણ કરવામાં આવી હતી.

સૌપ્રથમ હોળીનું પૂજન કરી જે બાદ પ્રગટાવવામાં આવી હતી અને આ પછી હોળીની આસપાસ પ્રદક્ષિણા ફરવામાં પણ આવી હતી

આ સાથે છેલ્લી ઘડીએ બજારમાં પીચકારી, રંગબેરંગી કલર, ધાણી, ખજુરનુ ધુમ વેચાણ થયુંહોળી પર્વની છેલ્લી ઘડીઓમાં બજારમાં પીચકારી, રંગબેરંગી કલર, ધાણી, ખજૂર, હાયૈડા લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે વેપારીઓમા આનંદ છવાઈ ગયો હતો.

Other News : ૪૦ ડિગ્રી તાપમાન વચ્ચે ૨ લાખથી વધુ ભક્તોનો સંઘ ડાકોર પહોંચ્યો : પોલિસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ તસ્વીરો

Related posts

આણંદમાં કોરોનાના કેસોને લઈ તંત્ર દ્વારા સાંજે ૪ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉન કરવા જણાવાયું

Charotar Sandesh

સંભવિત વાવાઝોડા સામે ખંભાત-બોરસદનાં ૧૫ ગામો માટે અધિકારીઓને ફરજ સોંપાઈ…

Charotar Sandesh

આણંદ નગરપાલિકાના બોર્ડની બેઠક યોજાઈ…

Charotar Sandesh