Charotar Sandesh
ગુજરાત

ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ : ૧૦મીએ સાંજે અમદાવાદ આવશે

Amit-Shah
૧૧ તારીખે ૪ કલાકે સાણંદ એપીએમસીમાં લોકાર્પણ કરશે

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમિત શાહ તારીખ ૧૦ ના રોજ સાંજે અમદાવાદ આવશે. તેઓ ૧૧ તારીખે બપોરે ૪ કલાકે સાણંદ એપીએમસીમાં લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. તદુપરાંત તેઓ સાણંદ-બાવળા તાલુકાના ૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરશે. અમિત શાહ ૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૮ કામોનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ ૧૨ તારીખના રોજ સવારે અમિત શાહ જગન્નાથના મંદિરમાં મંગળા આરતીમાં હાજરી આપશે. તેઓ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે.

સાણંદ-બાવળા તાલુકાના ૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરશે

ઉલ્લેખનીય છે કે, અગાઉ એવી જાહેરાત કરાઇ હતી કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૧૨ જુલાઈએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને રથયાત્રાના દિવસે સહ પરિવાર ભગવાન જગન્નાથના દર્શન કરશે. અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. ત્યારે તેઓ આ વખતે પણ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. જો કે, અમિત શાહના ગુજરાત પ્રવાસમાં થોડોક ફેરફાર કરાયો છે. એટલે કે તેઓ ૧૨ તારીખને બદલે ૧૦ તારીખે અમદાવાદ આવશે.

You May Also Like : સુરતમાં વોર્ડ-૮માં મહેશ સવાણીની હાજરીમાં ૩૦૦ લોકો આપમાં જોડાયા

Related posts

૩૦૦ હોમગાર્ડ જવાનો ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા…

Charotar Sandesh

Live : ”વાયુ” વાવાઝોડાનો કરંટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં 75થી 80ની સ્પીડે તેજ પવનના સૂસવાટા શરૂ…

Charotar Sandesh

પેટાચૂંટણી : ચાર બેઠકો પર ત્રિપાંખિયો જંગઃ બાપુનો ફડાકો, ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ…

Charotar Sandesh