Charotar Sandesh
ગુજરાત

કેમિકલકાંડ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી : મોતના આંકડાની વિગત જણાવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ : રાજ્યમાં સર્જાયેલ કેમિકલકાંડ મુદ્દે ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવેલ કે, મને આ ઘટનાથી ખુબ દુખી થયો છું, ભોગ બનનાર મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ ઘટનામાં અમદાવાદની એક કેમીકલ કંપનીમાંથી કેમિકલ ચોરી કરી અલગ અલગ ગામોમાં વેચાયું હોવાનો ખુલાસો થવા પામેલ છે, આ કેમિકલ કાંડના કારણે ૪૨ નાગરિકો મૃત્યું પામેલ છે, જ્યારે ૯૭ નાગરિકો સારવારઅર્થે છે.

૩૦થી વધુ ટીમોના ૨૫૦૦ થી વધુ જવાનોએ કેમિકલ પીધેલાઓને શોધી નાંખી સારવારઅર્થે ખસેડાયા છે

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવેલ છે કે, તમામ દર્દીઓને સમયસર ડાયાલિસીસ કરાવી તેમની જિંદગી બચાવી લેવાઈ છે, આ ઘટનામાં જે પણ આરોપીઓની સંડોવણી ખૂલી છે તેમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે. સ્પેશીયલ ઁઁ ની નિમંણૂક કરાયેલ છે, આ ઘટનામાં ૧૫ ગુનેગારોને ૨ દિવસમાં અટકાયત કરાઈ છે, ગુજરાતના ખુન્ખાર વોંટેડ બુટલેગરને પણ કબ્જે લેવાયો છે, જેનું નામ પીન્ટું છે. વધુમાં, સરપંચના પત્ર બાદ સ્થાનિક પોલીસે ૬ વાર રેડ કરેલ છે, છેલ્લા ૨૦ દિવસથી દેશી દારૂના અડ્ડા પોલીસે બંધ કરાવેલ, એવું સ્થાનિકોએ મિડીયાને પણ જણાવેલ છે.

Other News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૨૮-૨૯ જૂલાઈએ ગુજરાત અને તામિલનાડુના પ્રવાસે

Related posts

ગાંધીના ગુજરાતમાં રસ્તાના ખાતમુહૂર્તમાં બીટીપીના ધારાસભ્યએ દારૂનો અભિષેક કર્યો…

Charotar Sandesh

કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો, ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી ધારાસભ્યો ખરીદે છે : અમિત ચાવડા

Charotar Sandesh

પારસી એક શાંતિ પ્રિય કોમ છે જે દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે : વિજય રૂપાણી

Charotar Sandesh