Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ જુઓ કેટલો વરસાદ નોંધાયો ?

સીઝનનો સરેરાશ

આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ ૪૩.૯૯ % વરસાદ નોંધાયો

છેલ્લા ૩૦ વર્ષમાં જિલ્લાનો સરેરાશ ૭૬૯ મી.મી. વરસાદ, અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ ૩૩૮.૩૮ મી.મી. વરસાદ

આણંદ : જિલ્લામાં ચાલુ સીઝનમાં  તમામ તાલુકાઓમાં મળી અત્યાર સુધીમાં ૨૭૦૭ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ તમામ તાલુકાઓ મળી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ ૩૩૮.૩૮ મી.મી. વરસાદ નોંધાયો છે, જે સિઝનનો સરેરાશ ૪૩.૯૯ % છે. તાલુકા પ્રમાણે સરેરાશ વરસાદની વાત કરીએ તો તારાપુર તાલુકામાં ૪૫.૩૯ %, સોજીત્રા તાલુકામાં ૪૭.૯૪ %, ઉમરેઠ તાલુકામાં ૪૩.૫૮ %, આણંદ તાલુકામાં ૫૫.૫૩ %, પેટલાદ તાલુકામાં ૪૯.૫૧ %, ખંભાત તાલુકામાં ૪૩.૯૩ %, બોરસદ તાલુકામાં ૩૪.૭૬ % અને આંકલાવ તાલુકામાં ૩૧.૩૩ % વરસાદ નોંધાયો છે.

આણંદ જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો તારાપુર તાલુકામાં ૬૭૨ મી.મી., સોજીત્રા તાલુકામાં ૭૨૮ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૬૫૪ મી.મી., આણંદ તાલુકામાં ૮૬૮ મી.મી., પેટલાદ તાલુકામાં ૮૧૬ મી.મી., ખંભાત તાલુકામાં ૭૭૪ મી.મી., બોરસદ તાલુકામાં ૮૨૫ મી.મી અને આંકલાવ તાલુકામાં ૮૧૭ મી.મી. સરેરાશ વરસાદ નોંધાયો છે. આમ જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષમાં ૭૬૯ મી.મી. સરેરાશ વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા જણાવાયું છે.

Other News : આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૭૫ મી.મી., અત્યાર સુધી કુલ-૨૭૦૭ મી.મી. વરસાદ નોંધાયો

Related posts

કડાણા ડેમમાંથી બે લાખ કયુસેક પાણી છોડાયું : મહી કાંઠા કિનારાના ર૬ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા…

Charotar Sandesh

યાત્રાધામ ફાગવેલ ખાતે કોંગી નેતા ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપયજ્ઞ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિયોને વતન જવા કાર્યવાહીનો પ્રારંભ : ૫૩૧૬નું રજિસ્ટ્રેશન થયું…

Charotar Sandesh