Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

હાશ ! ચરોતરમાં આ તારીખ બાદ ગરમીમાં રાહત મળશે, હાલ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ છે

મહત્તમ તાપમાન

૬.૯ની ગતિથી ફુંકાઈ રહેલા ગરમ પવનોને કારણે લુ જેવી અસર

આણંદ : આગામી ૨૪મી તારીખથી કાળઝાળ ગરમીનો દોર સમાપ્ત થનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે. હવામાન વિભાગના વર્તારા મુજબ ૨૪મીએ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી થનાર છે. જેને લઈને રાહતની લાગણી પ્રસરી જનાર છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે સવારે મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી, લઘુત્તમ ૨૭.૫ ડીગ્રી નોંધાયું રંતુ જ્યારે ભેજના ટકા ૮૪ અને પવનની ગતિ ૬.૯ પ્રતિ કલાકની રહેવા પામી હતી. હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે બપોરના સુમારે તાપમાન ૪૧ ડીગ્રીએ પહોંચનાર છે. ફુંકાઈ રહેલા ગરમ પવનોને કારણે લુ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

૨૪મી તારીખ સુધી તાપમાન ૪૦ ડીગ્રીની આસપાસ રહેનાર છે. ત્યારબાદ ૨૪મીથી પારો ૩૮ ડીગ્રી થઈ જશે જેને લઈને ગરમીમાંથી મોટાભાગે છુટકારો મળશે તેમ મનાઈ રહ્યું છે. જો કે આ વખતે ચોમાસુ વહેલુ બેસશે તેવી હવામાન વિભાગે જાહેરાત કરી છે.

Other News : આણંદ ARTOના ૩ કર્મી સસ્પેન્ડ : અત્યાર સુધી કેટલા બોગસ લાયસન્સ કૌભાંડમાં બનાવ્યા ? તપાસ શરૂ

Related posts

અનોખી પહેલ : શાળાઓ બંધ હતી પણ શિક્ષણ ચાલું રહ્યું, ભારતનું ભાવિ લોકડાઉનમાં ઓનલાઇન ઘડાતું રહ્યું…

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ફૂટપાથ પર રાતવાસો કરતાં દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ કરાયું

Charotar Sandesh

ઉત્તરાયણ સમયે ૧૦૮ ઈમરજન્સી સારવાર સેવામાં ૪૦થી ૫૦ ટકાનો વધારો થયો…

Charotar Sandesh