Charotar Sandesh
ગુજરાત

સરકારી અધિકારીઓ કામ કરવા માટે પૈસા માંગે તો તેનું રેકોર્ડ કરી લો અને મને મોકલો : મહેસુલ મંત્રી

મહેસુલ મંત્રી

અમદાવાદ : મહેસૂલ ખાતામાં લાંચના અનેક કિસ્સાઑ વચ્ચે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એવા આદેશ આપ્યા છે કે હવે અધિકારી લાંચ લેતા ૧૦૦ વખત વિચારશે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરી છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લાંચિયા અધિકારી-કર્મચારીઓને લઇને જનતાને અપીલ કરી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, કોઇ અધિકારી-કર્મચારી પૈસા માગે તો રેકોર્ડ કરી લો…રેકોર્ડિંગ મને મોકલજો તાત્કાલિક પગલાં લેવાશે.મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ACB લાંચિયા અધિકારીઑ પર સકંજો કશી રહી છે. અનેક નાના મોટા સરકારી અધિકારીઑ લાંચ લેતા પકડાયા છે. ત્યારે જનતાને વધુ જાગૃત કરવા અને અધિકારીઑને એક કડક મેસેજ આપવા કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સામાન્ય લોકોને મીડિયા થકી આ વિનંતી કરી છે.

આવતીકાલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બેઠક યોજશે

રાજ્યના તમામ કલેક્ટરો-પ્રાંત સાથે બેઠક યોજશે. જે અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે બેઠકમાં મહેસૂલના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવશે…મહેસૂલ વિભાગે કેટલીક ટીમો બનાવી છે. ટીમો કલેકટર કચેરીનું સરપ્રાઇઝ ચેકિંગ કરશે. લોકોના પ્રશ્નો જાણવા ટીમો પ્રયાસ કરશે. સેવા સેતુની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે જેના થકી લોકોને મુઝવતા પ્રશ્નો ઘરે બેઠા સોલ્વ થઈ શકશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એન્ટી કરપ્શન બ્યુરોની તાબડતોડ કાર્યવાહી જોવા મળી રહી છે…છેલ્લા ૧૫ દિવસમાં ગુજરાતમાં અનેક નાના મોટા લાંચિયા અધિકારીને છઝ્રમ્એ રંગે હાથ ઝડપી પાડ્યા છે.. જેમાં અમુક અધિકારી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે. અને આવા મોટા અધિકારીઓ ઝડપાઈ જાય તેવું ગુજરાતમાં બહુ ઓછું બન્યું છે. જ્યારથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર અને નવું મંત્રીમંડળ આવ્યુ છે ત્યારથી જ સરકાર ખુબ એક્શનમાં જોવા મળી રહી છે…તમામ મોર્ચે સરકાર હાલ લડાયક મુડમાં છે.

Other News : રાજ્યમાં આજે મધરાતથી એસટીના પૈડા થંભાવી દેવાની ચિમકી : કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે

Related posts

જંત્રીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ : આ તારીખથી અમલી કરાશે : બિલ્ડરો અને લોકોને રાહત

Charotar Sandesh

એલર્ટ / મહેસાણાના સતલાસણા સુધી તીડનું ઝૂંડ પહોંચી ગયું… ખેડૂતોમાં અફડાતફડી મચી…

Charotar Sandesh

ગુજરાત : આજના લેટેસ્ટ ન્યુઝ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૬-૦૮-૨૦૨૪

Charotar Sandesh