Charotar Sandesh
ઈન્ડિયા

મધ્યપ્રદેશમાં વેક્સીન લેવાની ના પાડી તો તંત્રએ વીજ સહિત બધા કનેક્શન કાપી નાંખ્યા !

મધ્યપ્રદેશમાં વેક્સીન

ભોપાલ : વેક્સીનેશન મહા અભિયાનના દિવસે મધ્ય પ્રદેશના બડવાનીમાં અજબ નજારો સામે આવ્યો છે. આ વિસ્તારમાં આવેલી પૂજા સ્ટેટ કોલોનીમાં વાહિદ ખાન પરિવારના સભ્યો સાથે રહે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સવારે એસડીએમ, સીએમઓ સહિતની ટીમ વેકસીન લગાવવા માટે અમારા ઘરે આવી હતી.

મહિલા વાહિદા ખાને કહ્યું હતુ કે ટીમે અમને વેક્સિન વિશે જાણકારી આપી હતી, પરતું અમને એલર્જિની સારવાર ચાલી રહી હોવાથી ટીમને કહ્યુ હતું કે અમે ૨૮ તારીખે વેક્સીન લઇશું, પરંતુ ટીમે વેક્સીન લેવાનો આગ્રહ રાખ્યો હતો. અમે એ બાબતે તૈયારી ન બતાવી તો અમારા ઘરની વીજળી કાપી નાંખવામાં આવી, નળ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું અને અમારો રાશન કાર્ડ જપ્ત કરી લેવામાં આવ્યો.

બડવાની એસડીઅમ ઘનશ્યામ ધનગરે કહ્યુ હતું કે કોઇક કોઇક જગ્યાએ એવું બને છે કે લોકો વેક્સીન લેવા માટે આનાકાની કરી રહ્યા છે

તો શક્ય છે કે ટીમે કદાચ પગલાં લીધા હોય શકે. એસડીએમએ કહ્યું કે જો એવું કઇ થયું હશે તો તેની તપાસ કરાવવામાં આવશે અને કનેકશન પાછા જોડી દેવામાં આવશે.મીડિયામાં ચર્ચામાં આવ્યા બાદ વાહિદખાનના નળ અને વીજળીના કનેક્શન ફરી જોડી દેવામાં આવ્યા હતા. પરંતુ આ મામલાની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે.

Other News : ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા રોકવામાં આવી

Related posts

ભાજપે રાજ્ય પ્રભારીઓની યાદી બહાર પાડીઃ ભૂપેન્દ્ર યાદવ બિહાર-ગુજરાતના પ્રભારી…

Charotar Sandesh

ઉમરેઠ મામલતદાર દવેનું બી.કે.યુ.દ્વારા સન્માન કરવામાં આવ્યું

Charotar Sandesh

મહારાષ્ટ્રના મુંબઇમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયો

Charotar Sandesh