Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા-આણંદ જિલ્લામાં કોરોનાના કેસો વધશે તો ઉત્તરાયણમાં લોકોની બેદરકારી જવાબદાર રહેશે

કોરોનાના કેસો

ખેડામાં ઉત્તરાયણ લોકોએ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા

આણંદ જિલ્લામાં આજે નવા 114 કેસ : નડિયાદમાં 25 સહિત ખેડા જિલ્લામાં આજે 35 નવા કોરોનાના કેસ નોંધાયા

નડિયાદ : નડિયાદ-આણંદ સહિત સમગ્ર જિલ્લામાં જીલ્લા વાસીઓએ ઉત્તરાયણ પર્વ અને વાસી ઉત્તરાયણ પર્વ કોરોનાની ગાઈડ લાઈનને નેવે મૂકી મનાવ્યો છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેરેસ પર સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકેલો તેમ છતાં લોકો મોડી રાત સુધી સ્પીકર પર નાચતા નજરે પડ્યા હતા.

તો વળી આ બે દિવસો દરમિયાન મોડી સાંજે ક્યાંક હોટલોમાં પણ ભીડ જોવા મળી હતી. જેમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિત કોરોનાની ગાઈડ લાઈનના લીરે લીરા જોવા મળ્યા હતા. આ રીતે તહેવાર મનાવતાં આવનાર દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યા વધે તો નવાઈ નહી.ખેડા જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે, ગઈકાલે ૫૯ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી ગઈ છે.

જિલ્લામાં આગામી થોડાક દિવસોમાં આજે તેમાં ઉછાળો આવે તો નવાઈ નહી. કારણ કે લોકો કોરોનાનું ભાન ભૂલી તહેવારને મનાવ્યો છે. માટે હવે ઉત્સવ આફતમાં પરીણમશે તેવા એંધાણ સર્જાયા છે.

Other News : આણંદ જિલ્લામાં પતંગની દોરીથી ઘવાયેલા ૨૨૯ પક્ષીઓની સારવાર કરવામાં આવી

Related posts

નડીયાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે ઉપર કાર-ટેલર વચ્ચે અકસ્માત : પાંચના કરૃણ મોત…

Charotar Sandesh

આણંદ-ખેડા : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૦૮-૨૦૨૪

Charotar Sandesh

કર્મચારીઓ ‘નિવૃતી’ પછી પણ સરકારના ખોળામા, જ્યારે નવયુવાનો ‘બેકાર’ !

Charotar Sandesh