Charotar Sandesh
ગુજરાત

કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી નબળી રહેશે તો ભાજપ તોડજોડની નીતિથી પુનઃ સત્તા હાંસલ કરે તેવા એંધાણ ?!

કોંગ્રેસની પ્રદેશ

અમદાવાદ : આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓને લઈ આજે હાલ એવો માહોલ છે કે ભાજપમાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના કાર્યાલયમાં કાગડા ઊડી રહ્યા છે.

આજે જયરાજસિંહ પરમારની સાથે શહેર કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાતાં આગામી દિવસમાં શહેરના રાજકીય સમીકરણો બદલાય તેવી સંભાવના છે

કોંગ્રેસ ધારાસભ્યોએ એક મીડિયા ગ્રુપ સાથે વાત કરતાં જણાવેલ કે, ગુજરાત કોંગ્રેસની નબળી નેતાગીરીની સાથે જોહુકમી અને ચૂંટાયેલા ધારાસભ્યો અને સક્રિય આગેવાનોની સતત અવહેલના અને અવગણનાને કારણે ગુજરાત કોંગ્રેસમુક્ત બની રહ્યું હોવાનું કોંગ્રેસના જ ધારાસભ્યો કહી રહ્યા છે. કોંગ્રેસના હાલના ધારાસભ્યોએ એક મીડિયા સાથે નામ નહીં આપવાની શરતે દિલ ખોલીને વાતો કરી હતી, જેમાં જણાવ્યું હતું કે જો પાર્ટીનો પ્રદેશ એકમ ધારાસભ્યોને નહીં સાચવે તો ૨૦૨૨માં એવો સમય આવશે કે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોના જોરે ભાજપ સત્તા હાંસલ કરશે.

Other News : ભાજપમાં ભરતીમેળો : આજે જયરાજસિંહ ર૦૦થી વધુ કાર્યકરો સાથે વાજતે-ગાજતે કેસરિયો ધારણ કરશે

Related posts

સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા નેતાઓ સામે પણ ‘કોરોના કાયદા’ ઉગામવા હાઈકોર્ટનો આદેશ…

Charotar Sandesh

બ્રેકિંગ : ૧૯૮૯ બેચના આઈપીએસ વિકાસ સહાયને ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP બનાવાયા

Charotar Sandesh

ડ્રાઇવ ઇન રોડ પર આવેલ કન્ટ્રી ઇન હોટલમાં આગ લાગતાં અફડાતફડી મચી

Charotar Sandesh