Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ

આપણે કોઈના જીવનના અંધકારને દૂર કરી શકીએ તો દરરોજ દિવાળી જ દિવાળી ?

દિવાળી

ચાલ આપણે આ ઝળહળતો પ્રકાશને ખતરોળીએ, લાગે છે આજે આ નગરમાં કંઈક દિવાળી જેવું લાગે છે

કોરોનાકાળમાં થી જીવન ધીમે ધીમે ગતિ પકડતું હોય એવું લાગી રહ્યું છે. દિવાળીની ખરીદી માટે ઉભરાતું માનવ મહેરામણ દર્શાવે છે કે હવે કોરોના વાઇરસથી કોઈ ફર્ક નથી પડાયો. છેલ્લા બે વર્ષથી મનમાં ભરાયેલો ઉભરો જાણે કે બહાર આવી રહ્યો છે. એકબાજુ દેશનો ધનવાન માણસ વધુ ધનવાન બનતો જાય છે જ્યારે સામાન્ય પ્રાણ મોંઘવારી ના ભરડામાં એવી પીસાતી જાય છે.

ત્યારે ખલિલ સાહેબની આ કવિતાની એક પંક્તિ યાદ આવે છે. સમાજના ખર્ચાળ પ્રસંગો અને રિતીરોવાજોમાં અટવાયેલો માણસ આ પંકતિમાં ફિટ બેસે છે. આ દિવાળીમાં આપણે એવો નિયમ લઈએ કે જે લોકો એમના જીવનની સફરમાં એકલા પડી ગયા છે, ભટકી રહ્યા છે એમની સાથે પ્રેમથી વાત કરીએ,એમની આંખોની ઉદાસી દુર કરી એમની આંખોમાં ખુશીની ચમક ભરીએ.જે લોકો એમના હૃદયમાં વરસો જુના ઘાવ લઈને ફરે છે એમને અહમને દુર કરીને મળીને એમને શેની પીડા સતાવે છે એ સમજી લઈએ અને દિવાળી -બેસતા વર્ષના આ તહેવારોમાં એમની સાથેની કોઈ પણ પ્રકારની ગેર સમજ હોય તો દુર કરવા પ્રયત્ન કરીએ તો કેવું ! જેમણે તમને એમની જાતથી વધુ ચાહ્યા છે એવાં મા-બાપ કે અન્ય વડીલોને આદરથી નમન કરી એમનો ચરણ સ્પર્શ કરી દિવાળીમાં એમના આશીર્વાદ પામીએ તો ખરી દિવાળી-નવું વર્ષ ઉજવ્યું કહેવાશે.

જીવનનો જે ઉન્માદ, આનંદ, ઉત્સવ હતો એની મૂડી આકવી શકાય નથી. સમયની ગાડી પુરપાટ વેગથી સડસડાટ દોડતું રહે છે અને માણસે મને કમને એની સાથે કદમ મિલાવવા પડે છે, જીવનની આ નિરંતર ચાલતી દોડધામમાં સ્વયંમ માટે જિંદગીના ભરચક ટાઈમ ટેબલ માંથી થોડીક ક્ષણો ચોરી ને બીજાને પણ મદદરૂપ થવું જોઈએ

લોકવાયકા મુજબ કહેવાય છે કે ચૌદ વર્ષના વનવાસ વેઠીને જાનકી તથા લક્ષ્મણજી સાથે શ્રીરામ્‌ અયોધ્યામાં પુનઃ પ્રવેશ દિવાળીના દિવસે કર્યો હતો એવી માન્યતા તો હિંદીમાં ઘેર ઘેર પ્રચલિત છે જ સાથે સાથે વિક્ર્‌મ સંવતનો છેલ્લ્લો વાર્ષિક દિન આસો વદ અમાસ ગણાય છે અને બીજા દિવસથી વિક્ર્‌મ સંવતનું નૂતન વર્ષ આરંભાય છે એટલે દીપોત્સવી વીતેલા વર્ષના સુખદ-દુખદ સંસ્મરણોની યાદ મૂકીને પસાર થતી હોવાથી ઉલ્લાસભેર ઉજવાય છે.

ખેડૂતો ચોમાસાના વાવેલો પાક લણી લઈને હવે ઘરભેગો કરવાની વેતરણમાં પડે છે નએ એ પાકનું વેચાણ થઈ જતા , હાથમાં આવતી રકમોથી જે આનંદ પ્રાપ્ત થાય હ્‌હે એની અભિવ્યકતિ દીપોત્સવની પર્વની ઉજવણી દ્વારા થાય છે. વેપારીઓ દુકાનના માલનો સ્ટોક લઈને વર્ષ દરમિયાન થયેલ નફાની તારવણી કાઢે છે. હિસાબો ચોખ્ખા કરે છે. નવા ચોપડા ખરીદે છે. ચોપડાપૂજન કરે છે. નોકરોને બોણીબોનસ આપે છે અને બધા ભેગા રંગેચંગે દિવાળી ઉજવે છે . ધનતેરસે લક્ષ્મીપૂજન થાય છે, કાળી ચૌદસ ભૈરવની, હનુમાનની, ઘંટાકર્ણ મહાવેરની પૂજા થાય છે અને દિવાળી ચોપડાપૂજન થાય છે- શારદાપૂજન થાય છે. બેસતા વર્ષમા દિવસની ઉલ્લાસ તો કોઈ અનેરો જ હોય છે! જ્યારે ભાઈબીજના દિવસે ભાઈ , પોતાની બહેનના ત્યાં જમવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેંટ આપે છે.  ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી. લક્ષ્મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે. ખિસ્તી ધર્મનું વિધાન છે કે સોયના કાણામાંથી ઉંટ ૫સાર થાય ૫ણ શ્રીમંતને સ્વર્ગ ન મળે.. આ વાક્ય સાથે ભારતીય વિચારધારા સહમત નથી, ભારતીય દ્દષ્ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દિકરા છે, ગયા જન્મના યોગભ્રષ્ટ જીવાત્માઓ છે.શુચિનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોડભિજાયતે લક્ષ્મી ચંચળ નથી ૫ણ લક્ષ્મીવાન મનુષ્યની મનોવૃત્તિ ચંચળ થાય છે. વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે. લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન સમજનારનું ૫તન થાય છે. વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્મી… સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત… ૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્મીપ અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્મી.

સૌથી વધુ તો દિવાળીમાં બહાર અનેક દીવડાઓ પ્રગટાવી એનો પ્રકાશ જોઇને તમે રાજી થાઓ એ પુરતું નથી.તમારા અંતરમાં પડેલું અજ્ઞાનનું અંધારું દુર કરી ત્યાં જ્ઞાનનો દીપક જલાવી એના સાત્વિક પ્રકાશથી તમે ભીતરમાં ના ઝળહળો ત્યાં સુધી ખરી દિવાળી ઉજવી ના કહેવાય. ઓશોએ પણ કહ્યું છે કે ”દિવાળીનો દીપક અને એનો બહારનો પ્રકાશ કેટલો મનોહર લાગે છે ! પરંતુ મનુષ્યની અંદર પડેલું અંધારું એ દુર કરી શકતો નથી ! ભીતરમાં ધ્યાનની રોશની જો પ્રગટે તો જિંદગીનો હરેક દિવસ દિવાળી, દિવાળી જ છે.”
દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીના દિવસે બહાર દીવા તો પ્રગટાવવાના છે જ, ૫રંતુ સાથે સાથે દિલમાં ૫ણ દિવો પ્રગટવો જોઇએ. દિલમાં જો અંધારૂં હશે તો બહાર હજારો દિવા સળગાવવા છતાં ફાયદો થતો નથી. દિવો એ જ્ઞાનનું પ્રતિક છે. મોહ અને અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું છે. દિવાળીનો શુભ ઉત્સવ સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાય છે. વાસ્તવમાં દિવાળીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં આશાનો દીપ પ્રગટાવવાનું પર્વ છે. સમગ્ર વર્ષનું સરવૈયુ કાઢવાનો દિવસ છે. રાગ – દ્વેષ, વેર – ઝેર, ઇર્ષ્યા – મત્સર તથા જીવનમાંની કટુતા દૂર કરવી જોઇએ.
દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. લક્ષ્મીપૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને. જે દાનપુણ્ય કરી લક્ષ્મીનો સદઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે છે. પવિત્ર આગણું, પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી તરફ પૂજ્ય દ્દષ્ટિ કેળવવાની છે. દિવાળી એટલે “મનના પ્રકાશની જાગૃતિ” સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કંઇક છે કે જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે તે આત્મા જેને જાણવાથી અંધકારમય જીવનમાં પ્રકાશ પથરાય છે. જીવનમાંની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આત્માની અનુભૂતિ થતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરૂણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે. આનાથી આનંદ.. આંતરિક ઉલ્લાસ તથા શાંતિ આવે છે.

બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું ૫ણ સારૂં ઇચ્છવાનું છે તથા આગામી નૂતન વર્ષ માટે સારા સંકલ્પો કરવાના છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આવતા વર્ષે પૂરા કરીશું તેવા સંકલ્પો કરવાનો છેપ વીતેલાં વર્ષની તમામ કડવાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને દૂર કરવાનો તથા તેને પૂરા કરવા માટે વડીલોનો આર્શિવાદ મેળવવવાનો દિવસ છે.

આજે માનવે માનવને મારવાની શોધ કરી છે, નૈતિક મૂલ્યોનું અધઃ૫તન થયું છે. માણસ મંગળ સુધી પહોંચ્યો છે, પરંતુ માનવ-માનવ વચ્ચેનું અંતર દિવસે દિવસે વધી રહ્યું છે તેથી આ નૂતન વર્ષની મીઠાશને માણી શકતાં નથી. પોતાના સુધાર માટે આપણા મનની સ્થિતિ ખૂબ જ મહત્વની છે. મન જ આપણો મિત્ર અને શત્રુ છે. જ્યારે આપણે કોઈ નવીન સંકલ્પ લઈએ છીએ ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવા વર્ષે જૂની આદતો, ખરાબ વિચારોને છોડી દઈને સુધરવાનો સંકલ્પ કરવાનો છે.

  • પિન્કેશ પટેલ “કર્મશીલ ગુજરાત”
  • ‘હું તો બોલીશ’

Other Article : સ્ત્રીની સુંદરતા માણવી, જાણવી અને જીવવી એ ત્રણેય એકબીજાથી તદ્દન ભિન્ન ક્રિયાઓ છે ??

Related posts

देवी की पूजा में ज्योति क्यों जगायी जाती है ?

Charotar Sandesh

શિસ્ત-ક્ષમા અને કર્મના સરવાળારૂપી દિવ્ય વિભૂતિને ગૌરવ બક્ષવાનો દિવસ એટલે ૫મી સપ્ટેમ્બર, શિક્ષકદિન…

Charotar Sandesh

જાણો… એક સમયે આફ્રિકાના ખૂંખાર ડોન બનેલા સુભાષ પટેલને પ્રમુખ સ્વામીએ બનાવેલા સંસ્કારી : ગઈકાલે થયું નિધન…

Charotar Sandesh