Charotar Sandesh
ઈન્ડિયા

૨૬મી સુધી ખેડુતોના પ્રશ્નો હલ કરો નહીં તો મોટું આંદોલન : ટીકૈત

ખેડૂત નેતા રાકેશ ટિકેતે

નવી દિલ્હી : દિલ્હીના ગાઝીપુર અને ટીકરી બોર્ડરેથી બેરિકેટ હટાવવા મુદ્દે રસ્તો ખોલવાના મુદ્દે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. પોલીસ રસ્તો ખોલવા મક્કમ છે. જ્યારે ખેડૂતો તેમને હટાવવા બાબતે સહમત નથી.

ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે સરકાર નવા કૃષિ કાયદાને પાછો ખેંચશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એ સિવાયની કોઈ જ શરત માન્ય રખાશે નહીં. રાકેશ ટિકેતે આરોપ લગાવ્યો હતો કે પોલીસ બેરિકેટ હટાવવાની સાથે સાથે તેમના તંબુઓને પણ તોડી રહી છે. જોકે, દિલ્હી પોલીસે એવા આરોપો નકારી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે નવા કૃષિ કાયદાના વિરોધમાં ગત ૨૬મી નવેમ્બરથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, કૃષિ કાયદો પાછો ખેંચવાની માગણી સિવાયની કોઈ શરત ખેડૂતોએ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

ખેડૂત નેતા રાકેશ ટિકેતે બે દિવસમાં આ બીજી વખત સરકારને અલ્ટિમેટમ આપ્યું છે

ખેડૂત નેતા રાકેશ ટિકેતે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે જો સરકાર ૨૬મી નવેમ્બર સુધીમાં ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકેલે તો પછી ૨૭મી નવેમ્બરથી ખેડૂત આંદોલન વધુ તીવ્ર બનશે. ૨૭મીએ ખેડૂતો ગામડાંમાંથી ટ્રેક્ટર લઈને દિલ્હીની ઘેરાબંધી કરશે અને દિલ્હી સરહદે ફરીથી તંબુ તાણવામાં આવશે.

રાકેશ ટિકેટે કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ આપતા કહ્યું હતુંઃ કેન્દ્ર સરકારને ૨૬મી નવેમ્બર સુધીનો સમય આપવામાં આવે છે. એ પછી ૨૭મી નવેમ્બરથી દેશભરના ખેડૂતો ગામડાંઓમાંથી ટ્રેક્ટર લઈને દિલ્હી સરહદે આવી જશે અને પાટનગરની ચારેતરફ ઘેરાબંધી કરાશે. મજબૂત કિલ્લેબંધી સાથે આંદોલનને વધારે તેજ બનાવાશે. તંબુઓ ફરીથી તાણવામાં આવશે. ટિકેતે કહ્યું હતું કે દિલ્હી સરહદેથી ખેડૂતોને બળજબરીપૂર્વક હટાવવાની કોશિશ કરવામાં આવશે તો યોગ્ય પરિણામ નહીં આવે.ખેડૂતો વધારે મજબૂત થઈને આંદોલન કરશે. ખેડૂત નેતાએ કહ્યું હતું કે જો સરકારી અધિકારીઓ ખેડૂતો સાથે બળજબરી કરશે તો સરકારી ઓફિસોને અનાજની બજાર બનાવી દેવામાં આવશે.

Related posts

દેશની પહેલી ઘટના : માતાને કાંધ આપનારા ૫ દિકરાના કોરોનાથી થયા મોત…

Charotar Sandesh

બળતણના ઓછા ઉત્પાદનના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા : ધર્મેન્દ્ર પ્રધાન

Charotar Sandesh

ઓરિસ્સામાં ‘ફાની’એ લીધો 8 લોકોનો જીવ, હવે બંગાળ પહોંચ્યું જીવલેણ તોફાન

Charotar Sandesh