Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

રાજ્યના નગરોમાં માર્ગોની મરામત-રિપેરીંગ-રિસરફેસીંગ માટે તત્કાલ ૭૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા

મુખ્યમંત્રી શહેરી સડક યોજના

રાજ્યના નાગરિકોને આવાગમન સરળતા રહે ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુસર રોડ-રસ્તાની મરામત સત્વરે હાથ ધરવાનો મુખ્યમંત્રીશ્રીનો જનસુવિધાકારી અભિગમ

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ‘અ’ વર્ગની નગરપાલિકાઓને પાલિકા દિઠ રૂ. ૭પ લાખ, ‘બ’ વર્ગને પાલિકા દિઠ રૂ. ૬૦ લાખ, ‘ક’ વર્ગને પાલિકા દિઠ રૂ. ૪પ લાખ અને ‘ડ’ વર્ગને પાલિકા દિઠ રૂ. ૩૦ લાખ માર્ગોની મરામતના કામો માટે રાજ્ય સરકાર ફાળવશે

આણંદ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે ૭૪.૭૦ કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમ્યાન ભારે થયેલા વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી વિસ્તારોમાં રસ્તા માર્ગોને જે નુકસાન થયું છે તેનું રીપેરીંગ, રિસરફેસ તેમજ નાગરિક સુવિધા વૃદ્ધિના માર્ગ મરામત કામોમાં થર્મો પ્લાસ્ટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટીના કામો વગેરે માટે આ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ કામો ઝડપથી હાથ ધરાય અને નાગરિકોને આવાગમનની સરળતા રહે તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુસર તત્કાલ દરેક નગરપાલિકાઓને આ રકમ ફાળવવાનો જનહિત અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્યની ‘અ’ વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂા. ૭૫ લાખ, ‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂા. ૬૦ લાખ, ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂા. ૪૫લાખ તેમજ ‘ડ’ વર્ગની ૪૪ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂા. ૩૦ લાખ એમ રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકાઓને સમગ્રતયા ૭૪.૭૦ કરોડ રૂપિયા રોડ રસ્તા રીપેરીંગ, રિસરફેસીંગના કામો માટે ફાળવવામાં આવ્યા છે.

Other News : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે ગુરૂવારે આણંદ જિલ્લાની મુલાકાતે આવશે : જાણો વિગત

Related posts

ભાજપ નેતાની દિકરીના લગ્ન પ્રસંગમાં નિયમોની ઐસી-તૈસી : પીએસઆઇ-જમાદાર સસ્પેન્ડ…

Charotar Sandesh

કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત : ગુજરાતમાં નવા 4251 કેસ સામે 8783 દર્દીઓ ડિસ્ચાર્જ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોના રિકવરી રેટ ૮૩ ટકા જે રાજ્યમાં સૌથી વધારે : કલેકટર આર.જી. ગોહિલ

Charotar Sandesh