Charotar Sandesh
ઈન્ડિયા

યુપી, દિલ્હી બાદ હવે પંજાબના અમૃતસરમાં ભૂકંપ : રિકટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતા નોંધાઈ !

અમૃતસરમાં ભૂકંપ

અમૃતસર : આ શું થઈ રહ્યું છે ? યુપી, દિલ્હી બાદ પંજાબના અમૃતસરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે વહેલી સવારે અમૃતસરમાં ૪.૧ની તીવ્રતાનો earthquake આવ્યો હતો. ભૂકંપ મધ્યરાત્રે ૩.૪૨ કલાકે આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ અમૃતસરથી ૧૪૫ કિમી દૂર હતું. NCS અનુસાર, આ ભૂકંપ જમીનની નીચે ૧૨૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ પહેલા શનિવારે રાત્રે ઉત્તર ભારતમાં earthquake ના જોરદાર આંચકા અનુભવાયા હતા.

રિપોર્ટ્‌સ અનુસાર, શનિવારે આવેલા earthquake ના જોરદાર આંચકાને કારણે ચંદીગઢમાં એક આર્ટ કોલેજની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આમાં કોઈ દુર્ઘટના થઈ નથી. રિપોર્ટ અનુસાર, શનિવારે રાત્રે લગભગ ૮ વાગ્યે ભૂકંપ આવ્યો હતો, પરંતુ સરકારી આર્ટ કોલેજની દિવાલ ૧૦ વાગ્યે ધરાશાયી થઈ ગઈ હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના ઘણા રાજ્યોમાં earthquakeના આંચકા અનુભવાયા છે

શનિવારે રાત્રે આવેલા ભૂકંપના આંચકા UPના નોઈડા, ગાઝિયાબાદ અને દિલ્હીમાં અનુભવાયા હતા.એનસીએસ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૪ માપવામાં આવી હતી. જોકે તેનું કેન્દ્ર નેપાળમાં જણાવવામાં આવ્યું હતું. નેપાળની ભૂકંપ મોનિટરિંગ સંસ્થાના જણાવ્યા અનુસાર ભૂકંપ (earthquake)નું કેન્દ્ર બજાંગમાં હતું.

Other News : ઈમરાન ખેડાવાલાની ટિકિટ કાપી શાહનવાઝને આપવા કોંગ્રેસ કાર્યાલયે તોડફોડ, ભરતસિંહની તસવીરો સળગાવાઈ

Related posts

દેશમાં 24 કલાકમાં તૂટ્યો કોરોનાનો રેકોર્ડ : કુલ કેસ 7.93 લાખને પાર…

Charotar Sandesh

આવનારા ૨૦ વર્ષમાં ભારત દુનિયાની ટોપ-૩ અર્થવ્યવસ્થામાં હશે : મુકેશ અંબાણી

Charotar Sandesh

ટ્રમ્પના ભારત પ્રવાસ માટે કરવામાં આવી રહેલી તૈયારી ગુલામ માનસિકતા દર્શાવે છે : શિવસેના

Charotar Sandesh