Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ૧૮ થી ૫૯ વર્ષના નાગરીકોને ૭૫ દિવસ સુધી વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ

પ્રિકોશન ડોઝ

વિનામૂલ્યે પિકોશન ડોઝ આપવાના પ્રથમ દિવસે ૧૮૯૧ નાગરિકોએ પ્રિકોશન ડોઝ મૂકાવ્યો

આણંદ : સમગ્ર રાજય સહિત આણંદ જિલ્લામાં તા.૧૫મી જુલાઇ, ૨૦૨૨થી  કોવિડ વેક્સિનેશન (corona vaccination) નો પ્રિકોશન ડોઝ અભિયાનનો જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ શુભારંભ કરવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૫મી જુલાઇથી શરૂ થયેલ ૧૮ થી ૫૯ વર્ષની વયજૂથના નાગરિકોના વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાના પ્રથમ દિવસે એટલે કે તા. ૧૫મી જુલાઇના રોજ જિલ્લાના ૧૮૯૧ લાભાર્થીઓએ પ્રિકોશન ડોઝ મૂકાવીને સુરક્ષા કવચ ગ્રહણ કર્યું હોવાનું આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.  

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૫થી શરૂ થયેલ અને ૭પ દિવસ સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત જિલ્લાના  ૧૮ થી પ૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશન (corona vaccination) નો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે જિલ્લાના તમામ સરકારી રસીકરણ કેન્દ્રો જેમ કે, સબ સેન્ટર, અર્બન, પી.એચ.સી., સી.એચ.સી. અને સિવિલ હોસ્પિટલ ખાતેથી આપવામાં આવનાર છે.

આ અંગે વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧પમી જુલાઇ, ર૦રર થી ૭પ દિવસ સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે. એટલું જ નહિં, ૧૮-પ૯ વર્ષની વયજુથના અને બીજી રસી મૂકાવ્યાને ૬ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા તમામ લોકો આ પ્રિકોશન ડોઝ મૂકાવી શકશે.

વધુમાં તેમણે જિલ્લાના નાગરિકોને આ ૭૫ દિવસ સુધી ચાલનાર અભિયાન અંતર્ગત આ પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર હોઇ જિલ્લાના નાગરિકોને પ્રિકોશન ડોઝ મૂકાવી દેવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ કરી છે.

Other News : આણંદના ગંજ બજારમાં આજે હડતાળ રહ્યા : અનાજ-કઠોળ પર જીએસટી સામે જનાક્રોશ

Related posts

પક્ષી બચાવ કેમ્પની સાંસદ મીતેશભાઈએ મુલાકાત લઈને સંસ્થાના સ્વયંસેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું

Charotar Sandesh

બ્રેકિંગ : ખંભાતમાં રામનવમી નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં પથ્થરમારો : ભારેલી અગ્નિ જેવી સ્થિતિ

Charotar Sandesh

RRSA INDIA : ઉનાળાના ગરમ માહોલમાં પાલતુ કૂતરાઓ માટે પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવેલ

Charotar Sandesh