Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં તા. ૫ અને ૨૬ નવેમ્બર તથા તા. ૨ અને ૩ ડીસેમ્બરના રોજ ખાસ ઝૂંબેશ હાથ ધરાશે

ખાસ ઝૂંબેશ

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ : ૨૦૨૪

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧/૧/૨૦૨૪ ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૯/૧૨/૨૦૨૩ સુધી કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને બૂથ લેવલ અધિકારી (BLO) દ્વારા મતદાર યાદીમાં નામ નોંધવા, સુધારા-વધારા તથા કમી કરવા અંગેના ફોર્મ સ્વીકારવામાં આવનાર છે.

આ ઉપરાંત મતદારો ઓનલાઈન વિગતો ચકાસવા માટે તથા ઓનલાઈન અરજી માટે Voter Helpline App અથવા www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા www.voters.eci.in માધ્યમોનો ઉપયોગ કરી શકે છે. આ માટે વધુ માહિતી માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર સંપર્ક કરી શકાશે.

વધુમાં આ કાર્યક્રમ દરમિયાન ખાસ ઝુંબેશના દિવસોએ તા. ૫/૧૧/૨૦૨૩ (રવિવાર), તા. ૨૬/૧૧/૨૦૨૩ (રવિવાર), તા. ૨/૧૨/૨૦૨૩ (શનિવાર) તથા તા. ૩/૧૨/૨૦૨૩ (રવિવાર) ના રોજ તમામ મતદાન મથકો ઉપર બી.એલ.ઓ. (બુથ લેવલ ઓફિસર) દ્વારા સવારના ૧૦ઃ૦૦ કલાકથી ૫ઃ૦૦ કલાક સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. જેની સમગ્ર આણંદ જિલ્લાની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Other News : ગુજરાતની શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત, આ તારીખથી ૨૧ દિવસની રહેશે રજા

Related posts

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મહામંત્રનો રર૦મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપુર્વક ઉજવાયો

Charotar Sandesh

નડિયાદ : કારે ટક્કર મારતા બાઇકસવાર એએસઆઈનું મોત નીપજ્યું…

Charotar Sandesh