Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્‍લામાં ૬૩,૩૩૨ ગંગા સ્‍વરૂપા બહેનોને બે માસની સહાય પેટે રૂા. ૧૭.૮૩ કરોડની સહાય ચૂકવવામાં આવી

ગંગા સ્‍વરૂપા બહેનો

ગંગા સ્‍વરૂપા પુન: લગ્‍ન આર્થિક સહાય યોજના હેઠળ જિલ્‍લાની બે બહેનોને રૂા. એક લાખની સહાય ચૂકવવામાં આવી

આણંદ : રાજયની ગંગા સ્‍વરૂપા બહેનો આર્થિક રીતે સ્‍વાવલંબન બને તે હેતુસર કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજયની ગંગા સ્‍વરૂપા બહેનો માટે માસિક રૂા. ૧,૨૫૦/-ની આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત આણંદની જિલ્‍લા મહિલા અને બાળ કલ્‍યાણ અધિકારીની કચેરી દ્વારા આણંદ જિલ્‍લામાં નવેમ્‍બર અને ડિસેમ્‍બર-૨૦૨૧ એમ બે મહિનામાં કુલ-૬૩,૩૩૨ ગંગા સ્‍વરૂપા બહેનો (વિધવા બહેનો) ને માસિક રૂા. ૧,૨૫૦/- લેખે તમામ લાભાર્થીઓને સહાયની રકમ રૂા. ૭,૯૧,૬૫,૦૦૦/- અને ૯,૯૨,૨૧,૨૫૦/- એરિયર્સ તરીકે જે આગળની સહાય મળવાની બાકી હોય.

તે સહિત આ તમામ ગંગા સ્‍વરૂપા બહેનોને ડી.બી.ટી. (ડાયરેકટ બેનીફીટ ટ્રાન્‍સફર) મારફત સીધા તેમના ખાતામાં કુલ રૂા. ૧૭,૮૩,૮૬,૨૫૦/- સીધા જમા કરાવવામાં આવ્‍યું હોવાનું તેમજ રાજય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ગંગા સ્‍વરૂપા પુન:લગ્‍ન આર્થિક સહાય યોજના અંતર્ગત જિલ્‍લાની બે મહિલા લાભાર્થીઓને રૂા. ૫૦,૦૦૦/- રોકડ અને રૂા. ૫૦,૦૦૦/- રાષ્‍ટ્રીય બચત પત્ર એમ મળીને કુલ રૂા. એક લાખ સહાયની રકમ ચૂકવવામાં આવેલ હોવાનું આણંદના મહિલા અને બાળ વિકાસ અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

Other News : આણંદ શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણનો પ્રારંભ

Related posts

આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું કોરોનાના કારણે મોત…

Charotar Sandesh

આંકલાવ વિધાનસભા વિસ્તારમાં વિકાસના વિવિધ કામોનુ ખાતમુહર્ત કરતા આંકલાવ ધારાસભ્ય…

Charotar Sandesh

આણંદમાં થોડા દિવસો અગાઉ બિલ્ડીંગના પાંચમા માળેથી પટકાયેલ યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું

Charotar Sandesh