Charotar Sandesh
ઈન્ડિયા

વિશ્વમાં ૮૦ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી કરી જાહેર

મંકીપોક્સ (Monkeypox)

નવીદિલ્હી : હવે તો કોરોના વાયરસનો જોર શાંત પડ્યો છે, ત્યારે દુનિયા પર બીજી મોટી મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે, અને મંકીપોક્સના સંક્રમણને રોકવા માટે એલર્ટ મોડમાં આવી જાય તે માટે તેમજ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં મંકીપોક્સ (Monkeypox) નું સંક્રમણ વધતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સનો રોગચાળો વકરતાં ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ છે.

દેશમાં છેલ્લા ૮ દિવસમાં મંકીપોક્સ (Monkeypox)ના ૩ કેસ નોંધાયા છે અને આ ત્રણેય કેસ કેરળમાં જ નોંધાયા છે

નોંધનીય છે કે, અગાઉ કોરોના પણ કેરળમાંથી ભારતમાં પ્રવેશ્યો હતો અને મંકીપોક્સ (Monkeypox) ના ૩ કેસ પણ કેરળમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં વિશ્વના ૮૦ જેટલા દેશોમાં કુલ ૧૬ હજાર ૮૮૬ થી વધારે કેસ મંકીપોક્સ (Monkeypox) ના નોંધાવા પામ્યા છે અને ચિંતાની વાત એ છે કે મંકીપોક્સ નામનો રોગ બાળકોને ઝપટમાં લઈ રહ્યો છે.

દુનિયાને હવે કોરોના મહામારી પછી મંકીપોક્સ (Monkeypox) થી ડરવું પડે તેવી સ્થિતિ તરફ આગળ વધી રહી છે આ બીમારી

વિશ્વના ૬૦ થી વધુ દેશોમાં મંકીપોક્સ વાયરસ ફેલાયો છે, હવે WHO ને આ બીમારીને લઇને મોટી જાહેરાત કરાઈ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશએ જણાવેલ કે નવી બિમારી મંકીપોક્સનું જોખમ વૈશ્વિક સ્તર પર જોવા મળેલ છે. તમામ જોખમોને જોતા ડબલ્યુએચઓ એ મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એધાનમ ઘેબ્રેયસસે શનિવારે જણાવેલ છે કે, ઝડપથી ફેલાતો મંકીપોક્સનો પ્રકોપ વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીને પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક આરોગ્ય કટોકટીએ WHOની સર્વોચ્ચ સ્તરની ચેતવણી છે.

જીનીવામાં એક મીડિયા બ્રીફિંગ દરમિયાન સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરવાના તેમના નિર્ણયની જાહેરાત કરી છે.

Other News : બ્રિટીશ પીએમ પદની રેસમાં ઋષિ સુનકને આંચકો આવ્યો : આ વિદેશ સચિવ આગળ નિકળી ગઈ

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો; દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૧૦૭.૨૪ અને રાજસ્થાનમાં રૂ.૧૨૦ નજીક

Charotar Sandesh

બિહારમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ : ઉ.પ્રદેશમાં ૨૪ કલાકમાં ૪૪ લોકોના મોત…

Charotar Sandesh

દેશના ૮૦ કરોડ ગરીબોને નવેમ્બર સુધી વિનામૂલ્યે અનાજ મળશે…

Charotar Sandesh