Charotar Sandesh
ગુજરાત

નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીની ચર્ચા વચ્ચે પાટીદારોને રીઝવવા ભાજપે ઘડ્યો એક્શન પ્લાન, જુઓ

નરેશ પટેલ (Naresh Patel) કોંગ્રેસ (Congress)

ગાંધીનગર : આગામી વિધાનસભાની ચુંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ સર્જાવા પામી છે, ત્યારે ગઈકાલે ખોડલધામના નરેશ પટેલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રશાંત કિશોર સાથે બેઠક કરતાં અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે, ત્યારે આગામી ૧પ એપ્રિલની આસપાસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં નરેશ પટેલ (Naresh Patel) કોંગ્રેસ (Congress) માં એન્ટ્રી કરે તેવી સંભાવના જણાઈ રહી છે.

આગામી ચુંટણીમાં સૌરાષ્ટ્રમાં લેઉવા કડવા પાટીદાર સમીકરણ મહત્વપૂર્ણ બની શકે તેમ છે

આ સાથે હવે પ્રેશરમાં આવેલ ભાજપના નેતાઓએ પણ પાટીદારોને રીઝવવા એક્શન પ્લાન ઘડ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તાત્કાલિક સૌરાષ્ટ્ર જવાનો પ્લાન બનાવ્યો છે. તેઓ સૌરાષ્ટ્રના સીદસર જશે અને સિદસર ખાતે કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ હાજરી આપશે.

તેઓ સિદસર મંદિર ખાતે રજતતુલા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ખોડલધામના નરેશ પટેલ (Naresh Patel) કોંગ્રેસ (Congress) પાર્ટીમાં જોડાય તો લેઉવા પાટીદારોના કોંગ્રેસ ઝુકાવ સામે કડવા પાટીદારના સ્થાન સિદસરમાં CR પાટીલ તથા CM ભુપેન્દ્ર પટેલની હાજરી મહત્વની ગણાઈ રહી છે.

Other News : પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનો આજે છેલ્લો દિવસ : બેદરકાર દાખવશો તો ભરવી પડશે પેનલ્ટી જાણો

Related posts

જી અને નીટની પરીક્ષા રદ્દ કરાવવા કોંગ્રેસ અને NSUIનો રાજ્યવ્યાપી વિરોધ…

Charotar Sandesh

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ૧૭ લોકોના મોત, ૧૦૦ લોકો ફસાયાની આશંકા

Charotar Sandesh

ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે આઈએએસ રાજકુમારની નિમણૂક

Charotar Sandesh