ગરબા ગ્રાઉન્ડમાં ખૈલેયાઓ દ્વારા પથ્થર પથ્થર ના નારાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ
વડોદરા : શહેરમાં સૌથી મોટા યુનાઇટેડ વે ના આયોજકો દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરાય છે, જો કે પ્રથમ નોરતે આયોજકોનું મેનેજમેન્ટ બગડ્યું હોવાનો ઘાટ સર્જાયો છે. જેમાં પ્રથમ નવરાત્રિએ જ ખેલૈયાઓને કાંકરા અને પથ્થર વાગતા પથ્થર પથ્થરની બૂમો પડેલ, જેનો વીડિયો પણ વાઇરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વકીલ વિરાટસિંહ વાઘેલાએ એમ.એમ.ફાર્મમાં યુનાઇટેડ વેના ગરબા મેદાનમાં કાંકરા તેમજ અસુવિધાઓને અંગે વડોદરાના કારેલીબાગમાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ દાખલ કરેલ છે.
આ બાબતે મિડીયા ગ્રુપ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં તેઓએ જણાવેલ કે, અમે અમારા પરિવારમાં ૪ પુરુષ તેમજ ૪ મહિલાઓના પાસ યુનાઇટેડ વેમાંથી ખરીદ્યા હતા. જે માટે ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ પાસ પાછળ કરેલ છે, ત્યારે મેદાનમાં કાંકરા તથા અસુવિધાઓને કારણે જે તકલીફ પડી છે તેના વળતર માટે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ દાખલ કરેલ, જો અન્ય ખેલૈયાઓ પણ અસુવિધા મામલે ફરિયાદ નોંધાવવા માંગતા હોય તો હું તેમનો કેસ મફતમાં લડીશ.
Other News : આણંદ : બોરસદ ચોકડી ઉપર નવનિર્માણ બ્રીજમાં ભ્રષ્ટાચારનું ગાબડું થયું ધરાશાયી ! વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ