Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો; દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૧૦૭.૨૪ અને રાજસ્થાનમાં રૂ.૧૨૦ નજીક

પેટ્રોલ-ડીઝલ

નવી દિલ્હી : સરકારી તેલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૩૫-૩૫ પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. ૧૦૭.૨૪ અને ડીઝલ ૯૫.૯૭ રૂપિયા થયું છે, જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૩.૮૭ છે.

દેશનાં મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ શહેર
પેટ્રોલ(રૂ./લિટર) ડીઝલ (રૂ./લિટર)
શ્રીગંગાનગર ૧૧૯.૪૨ ૧૧૦.૨૬
અનુપપુર ૧૧૮.૭૧ ૧૦૭.૮૭
પરભણી ૧૧૬.૦૮ ૧૦૫.૨૫
ભોપાલ ૧૧૫.૯૦ ૧૦૫.૨૭
જયપુર ૧૧૪.૪૮ ૧૦૫.૭૧
મુંબઈ ૧૧૩.૧૨ ૧૦૪.૦૦
દિલ્હી ૧૦૭.૨૪ ૯૫.૯૭

એ યાદ રહે કે આ મહિને ૨૩ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૮મી વખત વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૫.૬૦ અને ડીઝલ ૬ રૂપિયા મોંઘું થયું છે. જ્યારે ૨૦૨૧ની વાત કરીએ તો આ વર્ષે ૧ જાન્યુઆરીએ પેટ્રોલ ૮૩.૯૭ અને ડીઝલ ૭૪.૧૨ રૂપિયા પ્રતિલિટર હતું. હવે આ ૧૦૬.૫૪ અને ૯૫.૨૭ રૂપિયા પ્રતિલિટર થયું છે, એટલે કે ૧૦ મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ ૨૨.૫૭ અને ડીઝલ ૨૧.૧૫ રૂપિયા સુધી મોંઘું થયું છે.

Other News : અમે ’હિરોઈન’ નહીં ’હેરોઈન’ પકડીએ છે, તેથી અમારી કોઈ ચર્ચા નથી થતી : ઉદ્વવ ઠાકરે

Related posts

લોકડાઉનમાં એક કરોડથી વધુ મજૂરો પગપાળા વતન પરત ફર્યાઃ સરકાર

Charotar Sandesh

ભૂતાનના સપનાને સાકાર કરવા માટે સંભવ પ્રયત્ન કરીશું : મોદી

Charotar Sandesh

શિવસેનાનું બીજેપીને ૪૮ કલાકનું અલ્ટીમેટમ, નહી માને તો એનસીપી સાથે મળી સત્તામાં આવશે…

Charotar Sandesh