Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોનાનું વધતુ સંક્રમણ ચિંતાજનક : વધુ ૯ કેસો નોંધાયા

આણંદ જિલ્લામાં કોરોના

સૌથી વધુ પેટલાદમાં ૧૨ પોઝિટિવ કેસો સક્રિય, સોજીત્રા, ખંભાત અને ઉમરેઠમાં એકપણ કોરોનાનો કેસ નહીં, સક્રિય કેસોનો આંકડો ૨૫એ પહોંચ્યો

આણંદ : છેલ્લા કેટલાક સમયથી આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને ચિંતાનું વાતાવરણ સર્જાવા પામ્યું છે. ગઈકાલે વધુ ૯ પોઝિટિવ કેસો આવતા આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ જવા પામી છે. આણંદ જિલ્લામાં કુલ ૨૫ જેટલા કોરોનાના સક્રિય કેસો થઈ જવા પામ્યા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી અનુસાર ગઈકાલે નવ પોઝિટિવ કેસો આવ્યા હતા જેમાં ૪ પુરૂષો અને ૫ સ્ત્રીઓનો સમાવેસ થાય છે. ૧ દર્દી ૭૦ વર્ષની ઉપરની વયના તેમજ ૮ દર્દીઓ ૧૦ થી ૪૫ વર્ષની વયના હોવાનું જાણવા મળ્યું છે. ૨૫ દર્દીઓ પૈકી ૨૩ની હાલત સ્થિર છે અને ૨ દર્દીને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. ૨૧ દર્દીઓ હોમ આઈસોલેશનમાં, ૩ કરમસદ અને એક દર્દી અન્ય હોસ્પીટલમાં દાખલ થઈને સારવાર કરાવી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જીલ્લામાં પેટલાદ તાલુકો જ કોરોનાથી વધુ અસરગ્રસ્ત છે. જ્યાં સક્રિય કેસોનો આંકડો ૧૨એ પહોંચી જવા પામ્યો છે. આ સિવાય આણંદમાં ૯, આંકલાવમાં ૧, બો૨સદમાં ૨ અને તારાપુરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ઉમરેઠ, સોજીત્રા અને ખંભાતમાં એકપણ કોરોનાનો કેસ નથી. કોરાનાનો નવો વેરીયન્ટ ચેપી જરૂર છે, પણ ઘાતક ના હોય દર્દીને મોટાભાગે હોમ આઈસોલેશનમાં જ સારવાર કરાઈ રહી છે.

Other News : ચેક રીટર્નના અલગ અલગ ગુનામાં બે શખ્સોને ૧ વર્ષની કેદની સજા ફટકારાઈ, જુઓ વિગત

Related posts

એપ્લિકેશન KNOW  YOUR CANDIDATE (KYC) દ્વારા નાગરિકો ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ વિશે જાણી શકશે

Charotar Sandesh

૮ નવી ઔદ્યોગિક વસાહતોમાં આણંદ જિલ્‍લાના ઓડનો સમાવેશ : સ્‍થપાશે નવી ઔદ્યોગિક વસાહત…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૧૬ દર્દીઓ સાજા થયા અને ત્રણ દર્દીઓ મૃ્ત્યુ પામતા હાલ ૩૯ દર્દીઓ સારવાર હેઠળ…

Charotar Sandesh