Charotar Sandesh
ઈન્ડિયા

India Budget 2022 : સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું, કરો ક્લિક

નિર્મલા સીતારમણે

ન્યુ દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પેપરલેસ બજેટ વાંચવાનું શરૂ કર્યું છે. આ બજેટમાં ૬૦ લાખ નવી રોજગારીની તકોનું વચન અપાયું છે. બજેટમાં આગામી ૨૫ વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે.

GSTની 1.40 લાખ કરોડની ઐતિહાસિક આવક છતા ઈન્કમ ટેક્સમાં કોઈ રાહત ના અપાઈ

90 મિનિટ બજેટ ભાષણ ચાલ્યુ : 2047માં 50 ટકા ભારત શહેરોમાં રહેતું હશે : 3 વર્ષોમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરાશે

૨૦૪૭માં ૫૦ ટકા ભારત શહેરોમાં રહેતું હશે : ત્રણ વર્ષોમાં ૪૦૦ નવી વંદેભારત ટ્રેન તૈયાર કરાશે

સરકારે દાવો કર્યો છે કે આ વખતે બજેટમાં દરેક માટે કઈને કઈ રાખવામાં આવ્યું છે

બજેટમાં આગલા ૨૫ વર્ષના વિકાસની બ્લૂ પ્રિન્ટ, આવતા નાણાકિય વર્ષમાં આર્થિક ગ્રોથ ૯.૨ ટકા રહેવાની શક્યતા છે.
LICનો IPO ઝડપથી આવશે
ખાનગી રોકાણને પ્રોત્સાહન અપાશે
ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૨૦ હજાર કરોડ, ૨૫ હજાર કિલોમીટરના નવા રસ્તા બનશે
એર ઇન્ડિયાનું ખાનગીકરણ પૂર્ણ કરાયુ
બજેટમાં નિર્મલા સીતારમણે વાંરવાર અમૃત કાર્ડનો ઉલ્લેખ કર્યો
આત્મનિર્ભર ભારતમાં ૧૬ લાખ રોજગારીની તક ઉભી થઈ છે
કરદાતાઓ માટે મોટા સમાચાર, આ વખતે બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી.
વર્ચ્યુઅલ કરન્સીની કમાણી પર ૩૦ ટકા ટેક્સ. નુકસાન થાય તો પણ ટેક્સ ભરવો પડશે.
કો-ઓપરેટિવ સોસાયટીઓએ ૧૫ ટકા ટેક્સ આપવાનો રહેશે.
કંપનીઓ માટે સ્વચ્છાએ કારોબારમાંથી બહાર થવા માટેની સમયમર્યાદા બે વર્ષથી ઘટાડીને છ મહિનાની કરાશે. કારોબાર સુગમતા, જીવનને સરળ બનાવવા માટે આગામી તબક્કામાં પગલાં લેવાશે.
દિવ્યાંગો અને તેમના વાલીઓને ટેક્સમાં ખાસ છૂટ આપવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે ૭૫ ડિજિટલ બેંકિંગ યુનિટ ખોલવામાં આવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ખર્ચને ઓછો કરવા પર ભાર મૂકાશે. આ સાથે જ ડિજિટલ બેંકિંગને સરકારનો સપોર્ટ ચાલુ રહેશે.
પીવાના પાણીના પ્રોજેક્ટ માટે ૬૦૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરાશે.
E-passports ૨૦૨૨-૨૩ થી જ જારી કરવામાં આવશે. તેનાથી નાગરિકો માટે સુવિધાઓ વધશે.
૨ લાખ આંગણવાડીઓનો વિસ્તાર કરાશે. આ ઉપરાંત બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખતા ૨૦૦ ચેનલોની મદદથી ઈ એજ્યુકેશનની વ્યવસ્થા કરાશે.

Other News : ભારતના ૪.૫ કરોડ બાળકોએ કોરોનાની રસી લીધી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Related posts

એરટેલ, વોડાફોન-આઈડિયા સામે રિલાયન્સ જિયોની ફરિયાદ…

Charotar Sandesh

પાંચથી વધારે બાળકો પેદા કરનાર ખ્રિસ્તી પરિવારોને દર મહિને સહાય અપાશે : કેરળમાં એક અલગ પ્રકારનો કિસ્સો

Charotar Sandesh

સત્તા પર રહેલી એકમાત્ર પાર્ટીને તોફાનોથી ફાયદો થાય છે : અખિલેશ યાદવ

Charotar Sandesh