Charotar Sandesh
સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડ સામે હાર્યા તો ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર !

ભારત ટૂર્નામેન્ટ

દુબઈ : રવિવારે રમાયેલી ટી ૨૦ વર્લ્‌ડ કપની મેચમાં ભારતને પાકિસ્તાનના હાથે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ૧૦ વિકેટથી હરાવ્યું હતું. આ કારમી હાર સાથે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતની આગામી મેચ ૩૧ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે.

જો આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો પરાજય થાય છે તો તેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાનો ખતરો વધી શકે છે

ભારતે ટી૨૦ વર્લ્‌ડકપમાં ટકી રહેવા અને પોતાનું નસીબ પોતાના હાથમાં રાખવા માટે ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ કોઈપણ ભોગે જીતવી જ પડશે. પાકિસ્તાન બાદ જો ભારતને ન્યૂઝીલેન્ડ સામે પણ હાર મળે છે તો તેના પર ટી ૨૦ વર્લ્‌ડ કપમાંથી બહાર થવાનો ખતરો ઉભો થઈ શકે છે.

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હારની સ્થિતિમાં ભારતે ટી-૨૦ વર્લ્‌ડ કપમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામેની પોતાની આગામી ત્રણ મેચો જીતવી પડશે, સાથે જ અન્ય ટીમોની જીત અને હારના પરિણામો પર આધાર રાખવો પડશે.

ટી ૨૦ વર્લ્‌ડ કપની સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતને ટોપ-૨માં રહેવું પડશે. ધારો કે પાકિસ્તાન પછી જો ભારતને પણ ન્યુઝીલેન્ડ સામે હાર મળે તો ભગવાનને પ્રાર્થના કરવી પડશે કે તેની જેમ પાકિસ્તાન કે ન્યુઝીલેન્ડમાંથી કોઈ એક મોટી ટીમ ઓછામાં ઓછી બે મેચ હારે. આમ છતાં ભારતે સારા રનરેટને ધ્યાનમાં રાખીને પોતાની આગામી બાકીની ૩ મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં ૨ મેચ હારવા છતાં ભારતને જીવનદાન મળી શકે છે. જો ભારતે સેમીફાઈનલમાં પહોંચવું હોય તો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડમાંથી કોઈ એક ટીમને સેમીફાઈનલની રેસમાંથી બહાર થવું જરૂરી છે. આ વાત અફઘાનિસ્તાનને પણ લાગુ પડે છે.

Other News : IPL2022 માં અમદાવાદ અને લખનૌ ટીમની એન્ટ્રી થશે : સત્તાવાર જાહેરાત કરાઈ

Related posts

ત્રણ દિવસના આકરા ક્વોરન્ટાઇન બાદ રવિન્દ્ર જાડેજા સહિત ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ કરી પ્રેક્ટિસ…

Charotar Sandesh

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ન્યુઝીલેન્ડની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં ૧૨૩ રેટિંગ્સ સાથે આગળ…

Charotar Sandesh

બીસીસીઆઇએ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીને એક સપ્તાહ પહેલા શરુ કરવા ઇસીબીને અનુરોધ કર્યો…

Charotar Sandesh