Charotar Sandesh
ઈન્ડિયા

કેનેડામાં ઓમિક્રોન વાયરસના ૧૫ કેસ આવતા ભારતની ચિંતામાં વધારો

ઓમિક્રોન વાયરસ

ન્યુદિલ્હી : વિદેશોમાં એમિક્રોન વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે હૈદરાબાદના આરજીઆઈ એરપોર્ટ ખાતે એક જ દિવસમાં ૭ મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા છે અને સૌને TIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે.

અત્યાર સુધીમાં ૧૨ આંતરરાષ્ટ્રીય મુસાફરો કોરોના સંક્રમિત આવ્યા છે

જેમાંથી ૯ યુકે, ૧ સિંગાપુર, ૧ કેનેડા અને ૧ મુસાફર અમેરિકાથી ભારત પહોંચ્યો છે. કેનેડાથી આવેલો આ કેસ વધારે ચિંતાજનક છે કારણ કે, અત્યાર સુધી દક્ષિણ આફ્રિકી દેશોમાંથી આવેલા મુસાફરોને લઈ એલર્ટ મોડ આપવામાં આવી રહ્યું છે પરંતુ હવે જ્યારે કેનેડામાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તો ભારતે વધુ સાવધ રહેવાની સ્થિતિ ઉદ્ભવી છે.

દેશ અને દુનિયા માટે કોરોનાનો નવો ઓમિક્રોન વેરિએન્ટ નવી મુસીબત બની ગયો છે. કેનેડા ખાતે ઓમિક્રોન વેરિએન્ટના ૧૫ કેસની પૃષ્ટિ થઈ છે. આ સાથે જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ત્યાં ફરી એક વખત કોરોના ખૂબ જ ખરાબ રીતે ફેલાઈ શકે છે. સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને ત્યાંથી ભારતીયોની અવર-જવર પણ મોટા પ્રમાણમાં થતી રહે છે. તેવામાં આ ભારત માટે ચિંતાની મોટી વાત છે. બીજી બાજુ દેશમાં પહેલેથી જ કોરોનાનો એક કેસ નોંધાઈ ચુક્યો છે જે કેનેડાથી આવેલ છે.

Other News : ઓમિક્રોન વેરિએન્ટથી બચવા વેક્સિન લઈ લીધી છે એ લોકો સૌથી વધારે સુરક્ષિત : સ્વાસ્થ્ય મંત્રાલય

Related posts

દેશભરમાં લોકડાઉનનો ભંગ કરનારને બે વર્ષની કેદ અને દંડની જાગવાઇ…

Charotar Sandesh

ચીનના સૌથી ધનિક વ્યક્તિને પછાડી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા…

Charotar Sandesh

ભારતમાં કોરોના વાયરસના કેસ વધીને ૧૦૭ : ચાર દેશની બોર્ડર સીલ…

Charotar Sandesh