Charotar Sandesh
ગુજરાત

ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા રડાર સ્પીડ ગનનો નવતર અભિગમ : હર્ષ સંઘવી

રડાર સ્પીડ ગન

રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમ : હર્ષ સંઘવી

ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલા ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્‌ટ રીસ્પોન્સ વ્હીકલ – રેસ્કયુ વ્હીકલ ૪૨ હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન કરાવતા ગૃહ રાજય મંત્રીશ્રી

ગાંધીનગર : ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર ૪૮ વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્‌ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા ૪૨ હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યા છે. આ વાહનોને આજે ગાંધીનગર ખાતેથી રાજય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંધવીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે.

વાહનોનું પ્રસ્થાન કરાવતા રાજય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા સારુ અતિ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પોલીસના ઉપયોગ સારું ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે. આવી ૪૮ વાનનું આજે વિવિધ જિલ્લાને સુપ્રત કરવામાં આવી છે. તેમજ  વાહન અકસ્માતમાં ધણા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાહનમાં ફસાઇ જાય છે.

ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલી ૪૮ ઇન્ટરસેપ્ટર વાનની ડિઝાઇનીંગમાં હાઇક્વોલેટીની રિફલેક્ટીવ સલામતિ સ્ટ્રીપ્સ અને સાઇનેઝ અને ગુજરાત પોલીસના લોગ સાથે તૈયાર કરવામાં આવી છે.  તેમજ આ વાનમાં અતિ આધુનિક લેસરસ્પીડ ગન, પીટીઝેડ કેમેરા, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકાર્ડર, અગ્નિ શામક અને ફર્સ્‌ટ એઇડ બોક્ષ વગેરે લગાડવામાં આવ્યા છે. આ વાન દ્વારા ઓવર સ્પીડથી જતા વાહનોને અંકુશમાં લેવાનો છે. ઇન્ટરસેપ્ટર વાન ઇનોવામાં તૈયાર કરવામાં આવી છે. આ ૪૮ ઇન્ટરસેપ્ટર વાનની અને અંદર ગોઠવણી કરવામાં આવેલા ટેકનોલોજી સજ્જ સાધનો સાથે કુલ કિંમત રૂપિયા ૧૦ કરોડ ૪૬ લાખથી વધુની થાય છે. આ વાન અમદાવાદ શહેરને ૪, સુરત શહેરને ૩, રાજકોટ શહેરને ૨, વડોદરા શહેરને ૨ તથા જિલ્લાઓમાં એક- એક મળી કુલ- ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનોની ફાળવણી કરવામાં આવી છે.

Other News : હું હજુ પણ ગુજરાત કોંગ્રેસનો અધ્યક્ષ છું : અમિત ચાવડાએ કેમ આપ્યું નિવેદન, જાણો

Related posts

રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…

Charotar Sandesh

રૂપાણી સરકારે બાજી મારી, સતત ચોથા વર્ષે વિદેશી રોકાણમાં દેશમાં પ્રથમ…

Charotar Sandesh

ધો. 9થી 12નો અભ્યાસક્રમ 30 ટકા ઘટ્યો, ધો.9 અને 10-12 બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર…

Charotar Sandesh