Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લામાં હથિયારનો પરવાનો ધરાવતા હોય તેઓને તેમના હથિયાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા સુચના

હથિયાર

આણંદ : રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્‍ય/વિભાજન/મધ્‍યસત્ર/પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતાં આણંદ જિલ્‍લામાં ૨૧૩ ગ્રામ પંચાયતોની સામાન્‍ય/વિભાજન/ મધ્‍યસત્ર/પેટાચૂંટણી તા. ૧૯/૧૨/૨૦૨૧૧ના રોજ યોજાનાર છે. જેની  તા. ૨૨/૧૧/૨૦૨૧થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગયેલ છે. જેની મતગણતરી તા. ૨૧/૧૨/૨૦૨૧ના રોજ થશે.

આ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થાની જળવાઇ રહે, ભારતના બંધારણની જોગવાઇ મુજબ શાંતિપૂર્ણ, મુકત અને ન્‍યાયી મતદાન તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ, મુકત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાઇ શકે તે માટે ચૂંટણી દરમિયાન હથિયારો દ્વારા બળ પ્રદર્શન તેમજ શસ્‍ત્રોની હેરાફેરી ઉપર મનાઇ ફરમાવવી જરૂરી હોઇ આણંદના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી કે. વી. વ્‍યાસએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્‍લાના હદ વિસ્‍તારમાં રહેતા દરેક પ્રકારના હથિયારના પરવાનેદારોને તા. ૨૬/૧૧/૨૦૨૧થી  દિન-૭માં જિલ્‍લાના સંબંધકર્તા પોલીસ સ્‍ટેશન ખાતે અનામત જમા કરાવી દેવા અંગેનું જાહેરનામું જારી કર્યું છે.

આ જાહેરનામું આણંદ જિલ્‍લામાં જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી તથા સબ ડીવીઝનલ મેજિસ્‍ટ્રેટશ્રીઓ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયાર પરવાનેદારોને તેમજ દેશના કોઇપણ રાજયના કોઇપણ હથિયાર લાયસન્‍સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્‍સ મેળવેલ હોય તેવા તથા આણંદ જિલ્‍લાની મુલાકાતે આવેલ તમામ હથિયાર પરવાના ધારકોને પણ લાગુ પડશે.

આ જાહેરનામાથી આણંદ જિલ્‍લામાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્‍થાઓ (બેન્‍ક-કોર્પોરેશન સહિત) સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થા, ઔદ્યોગિક એકમોના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તથા જે રાજય કે રાષ્‍ટ્રીય લેવલની શુટીંગ સ્‍પર્ધામાં ભાગ લેનાર સ્‍પોર્ટસ પર્સન તરીકે પરવાનો ધરાવતા હોય, માન્‍યતા ધરાવતી સિકયુરીટી એજન્‍સીના ગનમેન કે જેઓ રાષ્‍ટ્રીયકૃત, સરકારી કે કોમર્શિયલ બેન્‍કો, એ.ટી.એમ., તથા કરન્‍સી ચેસ્‍ટની લેવડ-દેવડ કરતાં હોય તેવા હથિયારધારી સિકયુરીટી ગાર્ડ, આવા સિકિયુરીટી ગાર્ડએ તેઓને બેન્‍કમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં હોવાનું સંબંધિત બેન્‍ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથે પોતાની પાસે હશે તેઓને, કેન્‍દ્ર સરકાર તેમજ રાજય સરકારના અધિકારીઓ/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજૂરી આપેલ છે અથવા ચૂંટણીની ફરજ પર હોય કે આણંદના જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીએ પરવાનગી આપેલ હોય તેવા હથિયાર પરવાનેદારોને મુકિત આપવામાં આવી છે.

આ આદેશનું પાલન નહીં કરનાર શસ્‍ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨૫ તેમજ ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે

આ હુકમ તાત્‍કાલિક અસરથી સમગ્ર આણંદ જિલ્‍લાના હદ વિસ્‍તારમાં તા. ૨૪/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમથી આણંદ જિલ્‍લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે આઇ.પી.સી.કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્‍યા છે.

Other News : આણંદ : તબીબોએ ૨ કલાક ઓપરેશન બાદ સફળતાપૂર્વક ગાયના પેટમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢયો

Related posts

આણંદ ખાતે વિશ્વ નશાબંધી અને ડ્રગ્સ નિષેધ દિન નિમિત્તે યોજાયેલ વેબિનાર…

Charotar Sandesh

આણંદ હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો નાખી આત્મહત્યા કરી : પોલીસ બેડામાં ચકચાર મચી

Charotar Sandesh

અમૂલ ડેરીનો ખુલાસો, કહ્યું- ભરતી માટેની કોઈ જાહેરાત કરાઈ નથી…

Charotar Sandesh