આજે વહેલી સવારે ખેડા, નડિયાદ, આણંદમાં આઈટી વિભાગ દ્વારા સાગમેટ દરોડા પાડતા બિલ્ડરો તેમજ જ્વેલર્સ માલિકો દોડતા થઈ જવા પામ્યા હતા
Anand માં નારાયણ બિલ્ડર, ક્રિષ્ના બિલ્ડર, JD બિલ્ડરને ત્યાં પણ IT દ્વારા રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તો લાંભવેલ રોડ પરની નારાયણ નંદન સાઈટ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. વહેલી સવારથી IT Department દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા બિલ્ડરો તેમજ Jwellersનાં માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
IT વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ મેગા સર્ચ ઓપરેશનમાં મોટી કર ચોરી પ્રકાશમાં આવે તેવી શક્યતા છે
IT વિભાગ દ્વારા આણંદમાં જ્વેલર્સને ત્યાં તો નડિયાદમાં ગરમ મસાલાનાં વેપારી એશિયન ગ્રુપ પર આઈટીએ સાગમટે દરોડા પાડ્યા હતા. બંને ગ્રુપનાં ઓફીસ, ઘર મળી કુલ ૨૫ સ્થળો ઉપર આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Other News : પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મોદી-RSSનો કાર્યક્રમ, હું ધર્મનો ફાયદો ઉઠાવવા માંગતો નથી : રાહુલ ગાંધી