Charotar Sandesh
વર્લ્ડ

USA : અમેરિકામાં હિમવર્ષાનો ૮૨ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ચાર હજારથી વધુ ફ્લાઈટો રદ

અમેરિકામાં હિમવર્ષા

USA : સમગ્ર અમેરિકામાં હાલ ભારે હિમવર્ષા ચાલી રહી છે, છેલ્લા એક સપ્તાહમાં ૨૧ ઇંચથી વધુ બરફ પડ્યો છે, ૮૨ વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો છે. અગાઉ આટલી હિમવર્ષા વર્ષ ૧૯૪૨માં થઈ હતી. હિમવર્ષા (himvarsha)ને લીધે ૭ કરોડ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં ૪૭૦૦થી વધુ ફ્લાઈટ્‌સ (flights) રદ કરાઈ છે. ૨.૫ લાખથી વધુ ઘરોમાં વીજળીનો પુરવઠો ઠપ થયો હતો.

ઘણા વિસ્તારોમાં સાડા ત્રણ ફૂટ સુધી બરફના થર જામ્યા છે. બીજી તરફ પવનને લીધે શીતલહેર પ્રસરી ગઈ છે. આર્કટિક બ્લાસ્ટ એટલે કે ઉત્તર ધ્રુવમાંથી ઠંડા પવનો અમેરિકામાં આવી રહ્યા છે. તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. મોટા ભાગના અમેરિકામાં તાપમાન સરેરાશ કરતાં નીચું છે.

દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ તાપમાનનો પારો ૧૧ ડિગ્રી સેલ્સિયસ પર યથાવત છે

બીજી તરફ ભારે Himvarsha ની ચેતવણી જારી કરવામાં આવી છે. રસ્તાઓ પર નીકળતા લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તેઓ ફસાઈ શકે છે.

Other News : પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મોદી-RSSનો કાર્યક્રમ, હું ધર્મનો ફાયદો ઉઠાવવા માંગતો નથી : રાહુલ ગાંધી

Related posts

કોરોનાને લીધે ૨૦૨૧ સુધી ૧૫ કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઇ જશેઃ વિશ્વબેન્ક

Charotar Sandesh

ડુંગળીએ પાકિસ્તાનીઓને રડાવ્યા : કિલોનો ભાવ ૧૦૦ રૂ.ને પાર…

Charotar Sandesh

ઇમરાન ખાનની અમેરિકામાં ફજેતી : ભાષણ વખતે બલૂચિસ્તાનની આઝાદીના નારા લાગ્યા…

Charotar Sandesh