Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસના અધ્યક્ષપદ કોણ સંભાળશે ? જેની ચૂંટણી સપ્ટેમ્બર-૨૦૨૨માં યોજાશે

કોંગ્રેસના અધ્યક્ષપદ

નવીદિલ્હી : કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી એક વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૨માં યોજાશે અને ત્યાં સુધી સોનિયા ગાંધી જ કાર્યકારી અધ્યક્ષ પદે ચાલુ રહે તેવી શક્યતા છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટિની યોજાયેલી બેઠકની વચ્ચે પાર્ટીના સૂત્રોએ ઉપરોક્ત જાણકારી આપી છે. જોકે આ પહેલા બેઠક બોલાવવાની માંગ કરનારા કપિલ સિબ્બલ પોતે બેઠકમાં હાજર રહ્યા નથી.

બીજી તરફ સોનિયા ગાંધીએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે, હું ફુલ ટાઈમ અધ્યક્ષની જેમ જ કામ કરી રહી છું. સોનિયા આ નિવેદન કપિલ સિબ્બલે અગાઉ પૂછેલા સવાલના જવાબમાં આપ્યુ છે. જેમાં સિબ્બલે પૂછ્યુ હતુ કે, પાર્ટીમાં અધ્યક્ષ કોણ છે?

ઉલ્લેખનીય છે કે, પાર્ટીના નેતાઓનુ એક જૂથ રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યુ છે પણ હવે પાર્ટી અધ્યક્ષની ચૂંટણીને એક વર્ષ સુધી ટાળી દેવામાં આવી છે.

Other News : વર્ક ઈન પ્રોગેસનું બોર્ડ લગાવી કામને લટકાવી દેવામાં આવે છે : વડાપ્રધાન

Related posts

પંજાબમાં આતંકી હુમલાની દહેશત : હાઇએલર્ટ જાહેર…

Charotar Sandesh

ભારતમાં કોરોનાએ વેગ પકડ્યો : એક જ દિવસમાં ૨૨ હજારથી વધુ નવા કેસ નોંધાયા…

Charotar Sandesh

પ્રધાનમંત્રી કર્ણાટકની મુલાકાતે : 27000 કરોડના વિવિધ રેલવે અને માર્ગ સુવિધાઓનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે

Charotar Sandesh