Charotar Sandesh
સ્પોર્ટ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સની જીત માટે કેપ્ટન ધોનીની દિકરી જીવાએ પ્રાર્થના કરી

ચેન્નાઈ સુપર કિગ્સ

મુંબઈ : ચેન્નાઈ સુપર કિગ્સના અને મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ આ તસવીર જોઈને કહી રહ્યા છે કે, ભલે ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ હારી ગઈ હોય, પરંતુ ઝિવાની આ તસવીરે લોકોના દિલ જીતી લીધા છે.

મેચની વાત કરીએ તો, ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગ લાઈન અપ આજે ફ્લોપ સાબિત થઈ હતી. ચેન્નઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસ ચેન્નઈને સારી શરૂઆત અપાવી શક્યા ન હતા. ઋતુરાજ ૧૦ રન બનાવીને તો ફાફ ડુ પ્લેસિસ ૧૦ રન બનાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત ઉથપ્પા ૧૯ રન બનાવીને આઉટ થયો હતો. તો મોઈન અલી પણ ૫ રન બનાવી શક્યો હતો. પણ અંબાતિ રાયડુએ ૫૫ રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે ધોનીએ માત્ર ૧૮ રન બનાવ્યા હતા. રાયડુના ૫૫ રનના આધારે જ ચેન્નઈ ૧૩૬ રનોનો સ્કોર હાંસલ કરી શકી હતી.

જ્યારે દિલ્હી તરફથી અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી.સોમવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે હારનો સામનો કરવો પડ્યો હો. આ મેચમાં અંતિમ ઓવર ઘણી રોમાંચક હતી. કોઈ પણ સમયે બાજી પલટાઈ શકતી હતી અને તે સમયે એક એવી તસવીર સામે આવી જેના પર તમામ લોકોનું ધ્યાન ગયું. અંતિમ ઓવર દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝીવા પિતાની ટીમ જીતી જાય તે માટે પ્રાર્થના કરી રહી હતી. મેચની અંતિમ ઓવરમાં દિલ્હીની ટીમને જીતવા માટે છ રનની જરુર હતી.

શિમરોન હેટમાયરએ અંતિમ ૧૮ બોલ પર ૨૮ રન પીને પોતાની ટીમને જીતાડી. મેચની આ અંતિમ ઓવર દરમિયાન કેમેરા જ્યારે સ્ટેડિયમના તે ભાગ તરફ ગયો જ્યાં પ્લેયર્સના પરિવારના લોકો બેસે છે, ત્યારે ઝીવાની ક્યુટ તસવીર કમેરામાં કેદ થઈ ગઈ.

Other News : ટી-૨૦ વર્લ્ડકપમાં બીસીસીઆઇએ સ્ટેડિયમમાં ૭૦ ટકા દર્શકોના પ્રવેશને લીલીઝંડી આપી

Related posts

સીએસકેથી સારી ટીમ અને ધોનીથી બેસ્ટ કોઇ કેપ્ટન હોઈ ન શકે : પીયુષ ચાવલા

Charotar Sandesh

આઇપીએલ પહેલાં પોન્ટિંગે પંત,અશ્વિન અને અક્ષરને લઇ ખાસ સંદેશ પાઠવ્યો…

Charotar Sandesh

આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા અંગે ચર્ચા, આવી શકે છે અમદાવાદની ટીમ…

Charotar Sandesh