Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ શારદા હાઈસ્કૂલ ખાતે 10 જિલ્લાના સિનિયર ભાઈઓની કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

કબ્બડી સ્પર્ધા

આણંદ : ગુજરાત સ્ટેટ કબ્બડી એસોસિએશન અને આણંદ જિલ્લા કબ્બડી એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે આણંદ શારદા હાઈસ્કૂલ ખાતે 10 જિલ્લાના સિનિયર ભાઈઓની કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આણંદ નગરપાલિકા વોર્ડ નંબર 10ના નગરસેવક અને શારદા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી એવા નિશીથભાઈ પટેલ(બુધાજી)ના સહયોગથી આ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

આણંદ, ખેડા, અમદાવાદ, વડોદરા, મેહસાણા, ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ તથા તાપી એમ 10 જિલ્લાની ટિમો તેમાં સ્પર્ધક બની હતી જે પૈકી ફાઇનલમાં વડોદરા અને ગાંધીનગરની ટિમ ક્વોલિફાય થઇ હતી.

ફાઇનલમાં સ્ટેટ વર્તમાન ચેમ્પિયન ટિમ એવી ગાંધીનગરની ટિમ વિજેતા નીવડી હતી

આખા દિવસ દરમ્યાન ચાલેલ સ્પર્ધાના અંતે ચેમ્પિયન્સ, રનર્સઅપ, બેસ્ટ ઓલરાઉન્ડર, ડિફેન્ડર તથા સ્ટ્રાઈકર ની ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું, વિજેતા ટીમને રોકડ 10,000 રૂપિયા તથા રનર્સઅપ ટિમને રોકડ 5,000 રૂપિયા પ્રોત્સાહન ઇનામનું આપવામાં આવ્યું.

વિતરણ સમારોહમાં ગુજરાત કબ્બડી એસોસિએશન ના પ્રમુખ દિનેશભાઇ પટેલ, મુખ્ય અતિથિ તરીકે આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સિંડિકેટ સદસ્ય એવા શ્રી નીરવભાઈ અમીન(NC), નગર પાલિકા આણંદ ના પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ,નગરસેવક શ્રી જીગ્નેશભાઈ પટેલ,રમત ગમત સેલના જ્લ્પનભાઈ પટેલના વરદ વહસ્તે વિવિધ ટ્રોફીનું વિતરણ કરવામાં આવેલ હતું.સ્પર્ધાના સહ આયોજક એવા સરતનભાઈ લુહાર(શારદા હાઈસ્કૂલ)દ્વારા સમારોહ નું સંચાલન કરવામાં આવેલ હતું.આ સ્પર્ધાના સુંદર અને સફળ આયોજન બદલ વોર્ડ 10 ના નગરસેવક અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી નિશીથભાઈ પટેલ(બુધાજી)તથા શારદા એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રષ્ટીગણો સહિત ટેક્નિશન સ્ટાફ નો આણંદ જિલ્લા કબ્બડી એસોસિએશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

  • Jignesh Patel, Anand

Other News : ગુજરાત પોલિસની આજે હેલ્મેટ ડ્રાઈવ પુર્ણ : જાણો છેલ્લા ૮ દિવસમાં પોલીસે કેટલી પેનલ્ટી ઉઘરાવી

Related posts

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટરની મુલાકાત લેવામાં આવી : બીએલઓની કામગીરી તથા તેના પ્રશ્નો બાબતે રજૂઆત

Charotar Sandesh

આણંદ ખાતે જિલ્લા-તાલુકાના ૧૩ શ્રેષ્ઠ શિક્ષકોનું પુરસ્કાર, સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું…

Charotar Sandesh

નારી શક્તિ વંદના : સારસાની મહીલા ૧૨૦ ગાયો પાળીને વર્ષે ૪૨ લાખ રૂપિયાની આવક મેળવે છે…

Charotar Sandesh