Charotar Sandesh
વર્લ્ડ

કર્ણાટક હિજાબ વિવાદ : હિજાબ પર પ્રતિબંધ એ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન : અમેરિકા

હિજાબ પર પ્રતિબંધ

કર્ણાટક હિજાબ વિવાદમાં મહાસત્તાએ એન્ટ્રી મારી

અમેરિકા : હિજાબ અંગે વિવાદ સર્જાયો છે, ત્યારે સમાજના અગ્રણીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમેરિકી સરકારમાં ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના એમ્બેસેડર રશાદ હુસૈને કહ્યું, ‘ધાર્મિક સ્વતંત્રતામાં લોકોને તેમના ધાર્મિક કપડાં પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. ભારતના કર્ણાટક રાજ્યએ ધાર્મિક વસ્ત્રોને મંજૂરી છે કે નહીં તે નક્કી કરવું જોઈએ નહીં. શાળાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને મહિલાઓ અને છોકરીઓને કલંકિત અને હાંસિયામાં ધકેલી દે છે.

હુસૈન ધાર્મિક સ્વતંત્રતાની શરતો અને નીતિઓ પર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની જે. બ્લિંકનના મુખ્ય સલાહકાર તરીકે સેવા આપે છે. તેઓ સમગ્ર વિશ્વમાં ધાર્મિક સ્વતંત્રતાના દુરુપયોગ, સતાવણી અને ભેદભાવ પર દેખરેખ રાખવાના રાજ્ય વિભાગના પ્રયાસોનું નેતૃત્વ કરે છે. આ પહેલા પાકિસ્તાને પણ હિજાબ વિવાદ પર પોતાનું નિવેદન જાહેર કર્યું હતું.

ઈમરાન ખાનની સરકારમાં માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ ભારત અને મોદી સરકાર વિરુદ્ધ ઝેરી ટીપ્પણી કરી હતી. “મોદીના ભારતમાં જે થઈ રહ્યું છે તે ડરામણું છે. અસ્થિર નેતૃત્વ હેઠળ ભારતીય સમાજ ઝડપથી પતન તરફ આગળ વધી રહ્યો છે.

ફવાદ ચૌધરીએ કહ્યું, “અન્ય ડ્રેસની જેમ હિજાબ પહેરવું એ પણ વ્યક્તિગત પસંદગીની બાબત છે. નાગરિકોને સ્વતંત્રપણે પોતાના નિર્ણયો લેવાનો અધિકાર મળવો જોઈએ.” આ સાથે જ નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ કહ્યું કે છોકરીઓને હિજાબ પહેરીને શાળાઓમાં પ્રવેશતી અટકાવવી એ ખોટું છે.

પાકિસ્તાનના મામલાઓ પર મૌન સેવી રહેલી મલાલાએ હિજાબ વિવાદ પર કહ્યું, ‘હિજાબ પહેરેલી છોકરીઓને સ્કૂલમાં પ્રવેશતી અટકાવવી એ ભયાનક છે. મહિલાઓને ઓછા કે વધુ કપડાં પહેરવા સામે વાંધો ઉઠાવવામાં આવે છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલી દેવાનું બંધ કરવું જોઈએ. વિવાદની ગંભીરતાને જોતા કર્ણાટક સરકારે રાજ્યની ઉચ્ચ શિક્ષણ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં રજાઓ ૧૬ ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે.

રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાન સીએન અશ્વથ નારાયણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ, જોકે, સમયસર લેવામાં આવશે અને ઑનલાઇન વર્ગો હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

Other News : કેનેડાની ૩ કોલેજો અચાનક બંધ થવાથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

Related posts

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્યતા પર આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ રજૂ કરી

Charotar Sandesh

કરોડો ડોલરના કૌભાંડ : અમેરિકામાં પહેલીવાર એક જ કેસમાં મોટી સંખ્યામાં ભારતીયોને ૨૦ વર્ષની જેલ…

Charotar Sandesh

કોરોનાએ વિશ્વભરમાં ૧.૯૭ લાખનો ભોગ લીધો : ઇટાલીમાં ૧૫૦ ડોક્ટરના મોત…

Charotar Sandesh