Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

અમેરિકામાં ચરોતરના યુવાનની લુંટના ઈરાદે કરપીણ હત્યા : પુત્રીએ જન્મદિને જ છત્રછાયા ગુમાવી

નડિયાદ શહેર

નડિયાદ શહેરના અમિતભાઈ પટેલ બેંકમાં નાણાં જમા કરાવવા ગયેલ તે દરમ્યાન ગોળી મારતાં થયેલું મોત : પરિવારમાં શોકની લાગણી

વર્ષોથી અમિતભાઈ પટેલ અમેરિકાના કોલંબસ ખાતે રહેતા હતા

નડિયાદ : ખેડા જિલ્લાના નડિયાદના વતની અને હાલમાં અમેરિકામાં રહેતા યુવાનની લુંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે, પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નડિયાદના 45 વર્ષીય અમિત પટેલ વર્ષોથી અમેરિકાના કોલંબસ ખાતે રહેતા હતા અને ગેસ્ટ હાઉસ ચલાવીને ગુજરાન ચલાવતા, તેઓ બેંકમાં નાણાં જમા કરાવવા માટે ગયા હતા, તે દરમ્યાન કેટલાક અજાણ્યા શખ્સોએ લુંટના ઈરાદે તેમને ગોળી મારતાં તેમનું મોત થયું હતું, ઘટનાની જાણ નડિયાદ ખાતે રહેતા તેમના પરિવારજનોને થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવને લઈ અમેકિરા ખાતે રહેતા ગુજરાતીઓમાં પણ ભયની લાગણી પ્રસરી જવા પામી છે.

Other News : ગુજરાતના ઈતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો : કોર્ટે હત્યા-દુષ્કર્મના આરોપીને ફટકારી ફાંસીની કડક સજા

Related posts

આણંદ જિલ્લામાં હોસ્પિટલોના સુચારૂ મેનેજમેન્ટ માટે નોડલ ઓફિસરો નિમાયા…

Charotar Sandesh

ઉમરેઠમાં 30વર્ષનો રેકોર્ડ તૂટ્યો : ગૌરીવ્રતમાં પહેલીવાર રેલવે ટ્રેક પર ફરવા ઉપર પ્રતિબંધને મળી સફળતા…

Charotar Sandesh

આણંદ : “બકરી ઈદ”ના તહેવારને અનુલક્ષીને જાહેર કરવામાં આવેલ કેટલાંક પ્રતિબંધ…

Charotar Sandesh