Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદ ખાતે ખેડા જિલ્લા પોલીસ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ SP કપ ૨૦૨૨નું આયોજન કરાયું

ક્રિકેટ ટુર્નામેન્ટ

આજે પ્રથમ ૧૨ ઓવરની મેચ વસો અને ડાકોર પોલીસ વચ્ચે રમાઈ હતી

પ્રજાની સેવા માટે રાત દિવસ ખડે પગે ફરજ બજાવતી અને સતત તણાવ વચ્ચે રહેતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો તણાવ દૂર થાય, તેમની ફિટનેશ કેળવાય અને સ્પોટ્‌ર્સમાં જાગૃતિ આવે તે હેતુથી ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા ખેડા જિલ્લા ટેનિસ Cricket ટુર્નામેન્ટ SP કપ ૨૦૨૨નું આયોજન કરાયું છે.

આજે તા.૨૪ મી ડિસેમ્બર સવારથી નડિયાદ નજીક આવેલ ઉત્તરસંડાના એમ.કે.પટેલ સ્ટેડિયમ ખાતે તેનો શુભારંભ થયો હતો. જિલ્લાની તમામ પોલીસ અને તેની જુદી જુદી શાખાઓ આ મેચમાં ભાગ લેનાર છે. જેને લઇ પોલીસ વિભાગ અને ક્રિકેટ રસિયામાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. આજે પ્રથમ ૧૨ ઓવરની મેચ વસો અને ડાકોર પોલીસ વચ્ચે રમાઈ હતી.

ખેડા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન સહિત શાખાઓની કુલ ૨૩ ટીમોએ ભાગ લીધો હતો.

Other News : આગામી મકરસક્રાંતિ પર્વને લઈ તંત્રએ કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા

Related posts

નારી શક્તિ વંદના : સારસાની મહીલા ૧૨૦ ગાયો પાળીને વર્ષે ૪૨ લાખ રૂપિયાની આવક મેળવે છે…

Charotar Sandesh

આજે જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : જિલ્લામાં કુલ ૮૦ પોઝીટીવ કેસ…

Charotar Sandesh

ઉમરેઠ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન નગરપાલિકા પ્રમુખના વેવાઈ પાસેથી દારૂ પકડ્યો…!

Charotar Sandesh